Hyderabad girl murdered in London: દેશ છોડી વિદેશ જનારા જુવાનીયાની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલના સમયમાં માતા પિતાનું માનવું છે કે, ‘અમારે અમારા દીકરાને વિદેશ મોકલવો છે!’ આ જ માનસિકતા સાથે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં કેટલાય યુવકો અને યુવતીઓ દેશ છોડીને વિદેશમાં ભણવા માટે અથવા તો ધંધાર્થે ગયા છે.’
સાથો-સાથ ઘણા માતાપિતા માને છે કે, દરેકે અહીંયા જ રહેવું જોઈએ. વાનોને વિદેશ જવાની ઘેલસા એટલી બધી વધી ગઈ છે કે, તક મળે અને તરત જ વિદેશ જવા માટે તૈયાર થઈ જાય છે, તેઓ સંપૂર્ણ પ્રક્રિયા જાણ્યા વગર જ વિદેશીની ધરતી પર ડોલર કમાવવા માટે ઉપડી પડે છે. હાલ લંડનમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે.
હૈદરાબાદની એક વિદ્યાર્થીનીની લંડનમાં તેના ફ્લેટમેટ દ્વારા છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. 27 વર્ષીય કોન્થમ તેજસ્વિની રેડ્ડી લંડનના વેમ્બલીમાં તેના મિત્રો સાથે રહેતી હતી. 6 દિવસ પહેલા બ્રાઝિલનો એક વ્યક્તિ તેના ફ્લેટમાં રહેવા આવ્યો હતો. આરોપ છે કે મંગળવારે સવારે આ જ વ્યક્તિએ તેજસ્વિનીની હત્યા કરી હતી. મળેલી માહિતી અનુસાર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તેજસ્વિની ગયા વર્ષે માર્ચમાં તેના માસ્ટર્સ માટે લંડન ગઈ હતી.
બીજી છોકરી પર હુમલો
મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું કે તેજસ્વિનીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આરોપીઓએ તેજસ્વિની ઉપરાંત અખિલા નામની યુવતી પર પણ હુમલો કર્યો હતો. હાલ અખિલાની સારવાર ચાલી રહી છે જ્યાં તેની હાલત ખતરાની બહાર છે. બંને પર હુમલો કરવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
પોલીસે આ કેસમાં સ્થળ પરથી 24 વર્ષના છોકરા અને 23 વર્ષની છોકરીની ધરપકડ કરી છે. બાદમાં યુવતીને છોડી દેવામાં આવી હતી જયારે છોકરો હજુ પોલીસ કસ્ટડીમાં છે. આ ઘટના બાદ પોલીસ અન્ય આરોપીને શોધી રહી હતી. પોલીસે સોશિયલ મીડિયા પર કેવિન એન્ટોનિયો લોરેન્કો નામના વ્યક્તિનો ફોટો મૂકીને લોકોને તેના વિશે માહિતી આપવા કહ્યું હતું, મંગળવારે સાંજે 6 વાગ્યે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.
ડિટેક્ટીવ્સની ટીમ દ્વારા કેસની તપાસ શરુ
ડિટેક્ટીવ ચીફ ઈન્સ્પેક્ટર લિન્ડા બ્રેડલીએ જણાવ્યું કે તપાસ ઝડપથી આગળ વધી રહી છે. હું શંકાસ્પદ વિશે માહિતી આપવા બદલ લોકોનો આભાર માનું છું. તે હાલમાં અમારી કસ્ટડીમાં છે. અમે મામલાની ગંભીરતા સમજીએ છીએ. હું લોકોને ખાતરી આપવા માંગુ છું કે આ મામલાની તપાસ કરવા માટે ડિટેક્ટીવ્સની એક સમર્પિત ટીમ બનાવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.