સોમવારે કબડ્ડી ટુર્નામેન્ટ પહેલા હંગામી રમત પહેલા સ્ટેન્ડ ધરાશાયી થતાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે, તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી પાંચ કે છને ફ્રેક્ચર થયું છે. અન્ય લોકોને ઇજાઓ થવાની ગંભીરતા હજુ સુધી જાણી શકાઈ નથી.
પોલીસે જણાવ્યું કે, લાકડાની બનેલી આ ગેલેરી અને અન્ય વસ્તુઓ નબળા બાંધકામને કારણે પડી ભાંગી. તેમણે કહ્યું હતું કે, અકસ્માતનાં ચોક્કસ કારણો તપાસ બાદ જ જાણવા મળશે. સ્થાનિક ટીવી ન્યૂઝ ચેનલોએ આ ઘટનાનો વીડિયો અને લોકોને ઈજા પહોંચાવાના ફૂટેજ વાઈરલ કર્યા છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગેલેરીના ભાંગી પડ્યા પછી ઘણા દર્શકો ચાલવામાં અસમર્થ હતા અને તેમને એમ્બ્યુલન્સ, પોલીસ અને અન્ય વાહનો દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ અધિક્ષક આર ભાસ્કરને કહ્યું કે, અમે ગેલેરી અને હોસ્પિટલ બંને પર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ.
આ અકસ્માત 47મી જુનિયર રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશીપની શરૂઆત પહેલા જ બન્યો હતો. આ ઘટના તેલંગાણામાં બની હતી. આ ટૂર્નામેન્ટનું આયોજન તેલંગાણા કબડ્ડી એસોસિએશન અને સૂર્યપેઠ જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle