હૈદરાબાદમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ એક વિભાગીય મહેસૂલ અધિકારીને એક કરોડ રૂપિયાની લાંચ લેતા પકડ્યો. બાલરાજુને લાંચ આપવાના આરોપમાં આરોપી અધિકારીની અટકાયત કરવામાં આવી છે. જમીન સબંધિત વહીવટમાં તેણે આટલા કરોડોની લાંચ લીધી હતી એવું સુત્રોએ જણાવ્યું હતું. 28 એકર જમીનને લગતા કેસમાં તે લાંચ લે છે તેવો આરોપ છે. શુક્રવારે રાત્રે એસીબીએ તહેસીલદાર બાલરાજુ નાગરાજુના ઘરે દરોડો પાડ્યો હતો અને લાંચની રકમ સાથે રેડ કરતાં તેને પકડ્યો હતો.
દરોડામાં તહેસીલદાર ઉપરાંત એસીબીના અધિકારીઓએ એક ગામ મહેસૂલ અધિકારી (વીઆરઓ) બી સાઇરાજની પણ ધરપકડ કરી છે. તેઓ મલકનગિરી જિલ્લાના વિભાગીય મુખ્યાલયમાં મુકાયા હતા. તે હૈદરાબાદથી અલગ કરવામાં આવ્યું હતું અને નવો જિલ્લો બનાવામાં આવ્યો હતો.
એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ લાંચ લેવાયેલી રકમ ગણાવી તો તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા. એસીબી વતી દરોડો હૈદરાબાદના મુખ્ય વ્યાપારી અને રહેણાંક સંકુલમાં તહેસિલદારના ઘરે મારવામાં આવ્યો હતો. દરોડો મરતા જ આ ઘરમાંથી કાળાનાણાનો ઢગલો મળી આવ્યો હતો.
એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે શરૂ થયેલ કામગીરી શનિવારે પણ ચાલુ રહેશે. આ વર્ષની શરૂઆતમાં, એસીબીએ બે અલગ અલગ કેસમાં 93 લાખ અને 30 લાખ રૂપિયાની લાંચ લેતા બે મહિલા તહેસિલદરોને પકડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews