હૈદરાબાદ(Hyderabad): તેલંગણા(Telangana)ની રાજધાની હૈદરાબાદમાં 6 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપીઓની શોધ તેજ કરવામાં આવી છે. ફરાર આરોપીને પકડવા માટે રૂપિયા 10 લાખનું ઈનામ રાખવામાં આવ્યું છે. હૈદરાબાદ સિટી પોલીસે શહેરના સૈદાબાદ(Saidabad) વિસ્તારમાં 6 વર્ષની બાળકી સાથે કથિત રીતે બળાત્કાર(Rape) અને હત્યા કરનાર પલ્લકોંડા રાજુ (30) ની ધરપકડ કરવા માટે માહિતી આપનારને 10 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. અહીં સરકારના મંત્રીએ કહ્યું કે હૈદરાબાદની છોકરીની હત્યા કરનાર વ્યક્તિને કડક સજા મળવી જોઈએ. એટલું જ નહીં, તેણે વધુમાં કહ્યું કે અમે તેની ધરપકડ કરીશું અને પછી એન્કાઉન્ટર કરીશું. અમે આરોપીઓને છોડશું નહીં.
પોલીસે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, ગંભીર પ્રયાસો છતાં આરોપી હજુ ફરાર છે. તેમણે કહ્યું કે આરોપીની ઉંમર 30 વર્ષની આસપાસ છે અને તે દારૂ પીવે છે અને ફૂટપાથ અને બસ સ્ટેન્ડ પર સૂવે છે. તેનું નામ પલ્લકોડા રાજુ છે. જેઓ તેનું ઠેકાણું જણાવશે તેમને 10 લાખનું ઈનામ આપવામાં આવશે.
મંત્રીએ કહ્યું કે આરોપીનું એન્કાઉન્ટર થશે:
અહીં તેલંગાણા સરકારના લેબરમંત્રી મલ્લા રેડ્ડીએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હૈદરાબાદની યુવતીની હત્યા કરનાર વ્યક્તિને કડક સજા મળવી જોઈએ. એટલું જ નહીં, તેણે વધુમાં કહ્યું કે અમે તેની ધરપકડ કરીશું અને પછી એન્કાઉન્ટર કરીશું. અમે આરોપીઓને છોડશું નહીં.
Telangana: Hyderabad City Police has announced a reward of Rs 10 lakhs for information leading to the arrest of Pallakonda Raju (30) who allegedly raped & murdered a 6-year-old girl in Saidabad area of the city pic.twitter.com/R9jJTpKcZl
— ANI (@ANI) September 15, 2021
સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો:
અહીં, આ વિસ્તારના રહેવાસીઓએ આ ઘટનાને લઈને વિરોધ શરૂ કર્યો છે. તેઓએ ગુનેગારોને તાત્કાલિક અને કડક સજાની માંગ સાથે સાત કલાક સુધી ચાંપાપેટ-સાગર રોડ પર ધરણા કર્યા હતા. પ્રદર્શનકારીઓને શાંત કરવા માટે હૈદરાબાદ જિલ્લા કલેક્ટર એલ. શર્મન અને નાયબ પોલીસ કમિશનર રમેશ રેડ્ડી ત્યાં પહોંચ્યા. તેમણે પીડિત પરિવારને આવાસ યોજના હેઠળ મકાન આપવાની ખાતરી આપી હતી. આ સાથે, પીડિતાના માતા -પિતાના અન્ય બાળકોને શિક્ષણની સુવિધાઓ આપવામાં આવશે. સરકાર દ્વારા પરિવારને તાત્કાલિક 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી હતી.
પીડિત પરિવારને મદદ કરવા માટે કલેક્ટર દ્વારા શ્રેણીબદ્ધ ખાતરીઓ અને પગલાંની જાહેરાત કરવામાં આવ્યા બાદ વિરોધનો અંત આવ્યો હતો. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટે દોષિતોને એક મહિનાની અંદર કડક સજા મલે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનું વચન આપ્યું હતું.
બાળકી પર બળાત્કાર કર્યા બાદ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી:
તમને જણાવી દઈએ કે, ગુરુવાર, 9 સપ્ટેમ્બરના રોજ, સૈદાબાદ વિસ્તારની સિંગારેની કોલોનીમાં તેના પાડોશી રાજુ દ્વારા યુવતીનું જાતીય શોષણ અને હત્યા કરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યાથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ ગુરુવારે મધ્યરાત્રિ બાદ તેના પાડોશીના ઘરેથી મળી આવ્યો હતો. ઓટોપ્સીમાં જાણવા મળ્યું હતું કે બાળકીનું જાતીય શોષણ અને ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.