કોલેસ્ટ્રોલ ઘટાડવા શરુ કર્યું મોર્નિંગ વોક- પહેલા જ દિવસે મળ્યું દર્દનાક મોત

કોચી(kochi): હાલમાં મોટા ભાગે લોકોમાં કોલેસ્ટ્રોલ (Cholesterol) વધવાની સમસ્યાઓ જોવા મળી રહી છે. ત્યારે કેટલાક લોકો ડોક્ટરોની (Doctor’s advice to lower cholesterol) સલાહ લઈને કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઉપાયો પણ કરતા હોય છે. આ દરમિયાન, કોંચીમાં એક મહિલાને કોલેસ્ટ્રોલ ઘટાડવા જવું ભારે પડ્યું હતું. આ મહિલાએ ડોક્ટર(Doctor)નો સંપર્ક કર્યો હતો અને ડોક્ટરો સવારમાં થોડીવાર ચાલવાની સલાહ આપી હતી. જેના પગલે મહિલા સવારે ચાલવા નીકળી હતી. જોકે, મોર્નિંગ વોકના પહેલા જ દિવસે અકસ્માતમાં (woman dies in accident during morning walk) આ મહિલાનું મોત નીપજ્યું હતુ્ં.

મળતી માહિતી મુજબ, પૂર્વ કમ્બાલમના પાનગઢની વતની નસીમા યુસુફને શારીરિક તકલીફો થતાં તે ડોક્ટર પાસે ગઈ હતી. ડોક્ટરે તપાસ બાદ કોલેસ્ટ્રોલમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ સવારમાં થોડીવાર વોક કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ નસીમાં પોતાના પાડોશીઓને મળી હતી અને મોર્નિંગ વોક કરવા નીકળી હતી. ત્યારે મોર્નિંગ વોક દરમિયાન સ્પીડમાં આવતી કાર બેકાબુ થતાં નસીમાને અડફેટે લીધી હતી. જેના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

જાણવા મળ્યું છે કે, મલ્કા મોલમ રોડથી પુક્કટ્ટુ પાડી- પૂર્વ કંબલમ રોડ પર અકસ્માત સર્જાયો ત્યારે કારની ટક્કરથી નસીમા અને સુબૈદા નીચે પટકાયા હતા. બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ થોડા સમય બાદ તેમનું મોત નીપજ્યું હતું. મોર્નિંગ વોક ઉપર નીકળેલી ચાર મહિલાઓનું ઘર અકસ્માત સ્થળથી લગભગ અડધો કિલોમીટર જ દૂર છે.

મળતી માહિતી મુજબ, જે કાર પુકાટ્ટુપાડીની વતની ડો.સપના લઈ જઈ રહી હતી. સપનાના પતિને હાર્ટ એટેક આવ્યા બાદ કાર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પલંગનાડુ પહોંચતા કાર બેકાબુ થઇ ગઈ હતી. અકસ્માત બાદ કાર ત્યાં અટક્યા વગર જ પસાર થઈ રહી હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સપનાની હોસ્પિટલમાં ડોક્ટર પહોંચ્યા ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું. ડોક્ટરોનું કહેવું છે કે, મૃત્યુનું કારણ હાર્ટ એટેક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *