ઉમિયા માતાજી વિશ્રામ ગૃહમાં યુવાને ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું, છેલ્લી ચિઠ્ઠીમાં લખ્યું- મારા મોત માટે…

આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે વધુ એક આપઘાતના સમાચાર ઊંઝા(Unjha) શહેરમાંથી સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ઊંઝા શહેર ખાતેના ઉમિયા માતાજી વિશ્રામગૃહ (Umiya Mataji Rest House)માં વડગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા એક યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોતને વહાલુ કર્યું હતું. બાદમાં સંસ્થાને આ મામલે જાણ થતાં ઊંઝા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.

વાસ્તવમાં, અમદાવાદના કૃષ્ણ નગરમાં રહેતા પંકજભાઈ દિનેશભાઇ પંચાલ(40) છેલ્લા ત્રણ દિવસથી ઊંઝા ખાતે આવેલા ઉમિયા માતાજી વિશ્રામ ગૃહમાં રૂમ ન 208માં રોકાયા હતા. તેઓ મૂળ વડગામના રહેવાસી હતા. પરંતુ અહીં  તેઓએ અગમ્ય કારણોસર રૂમના છત પર પંખા સાથે લટકી ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી હતી. આ વાતની જાણ પોલીસને કરવામાં આવી હતી.

પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવકના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવી હતી. જે ચિઠ્ઠીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો કે “મારા મોત માટે હું પોતે જવાબદાર છુ.” પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્યું છે કે, સવારે રૂમ સાફ સફાઈ કરવા માટે માણસ ગયા ત્યારે પંકજભાઈ મૃત હાલતમાં મળી આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં મૃતકના પરિવાર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઊંઝા પોલીસ ઘટના સ્થળે દોડી આવી યુવાનની લાશને પીએમ અર્થે મોકલવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *