આજકાલ આત્મહત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન ચાણસ્મા-હારીજ હાઇવે પર પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ જાણે લોકોને મરવા માટે હોય એમ અવારનવાર મોતની છલાંગ લગાવવાના કિસ્સા સામે આવે છે. ગુરુવારે બપોરે ઘરેથી જાનમાં ગયેલી યુવતીએ અચાનક જ ચાણસ્મા-હારીજ હાઇવે પર આવેલી રામગઢ અને કમ્બોઈ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલમાં પોતાના મોબાઈલમાં પોતાના મૃત્યુ પાછળનું કારણ દર્શાવતો વીડિયો બનાવી પોતાની મોટી બહેનને સેન્ડ કરી મોતની છલાંગ લગાવી છે. જેની લાશ હજુ સુધી બહાર આવી નથી.
યુવતીના પિતાજીએ ચાણસ્મા પોલીસ મથકે યુવતી ગુરુવારે રાત્રે ઘરે પાછી નહીં આવવાની અરજી આપી છે. આ અંગે એએસઆઇ ગોહિલે જણાવ્યું હતું કે, પિતાએ જાણવાજોગ અરજી કરી છે. બે વખત તપાસ કરવામાં આવી છે. પરંતુ કોઇ લાશ મળી નથી. હજી પણ તપાસ કરવામાં આવી રહી છે.
જાણવા મળ્યું છે કે, ચાણસ્મા તાલુકાના ખીમિયાણા ગામના ઠાકોર રમણજી ચતુરજીની દીકરી ઠાકોર વસંતીબેન 24ના લગ્નસાથે સાત વર્ષ પહેલાં ચાણસ્મા ઠાકોર મુકેશજી ગણેશજી સાથે થયાં હતાં. તેને એક 5 વર્ષનો દીકરો છે. યુવતી છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પોતાના પિયરમાં રહેતી હતી. તે ગુરુવારે સવારે બ્રાહ્મણવાડા લગ્નપ્રસંગે ગઇ હતી. ત્યાંથી બપોરે નીકળી ગઇ હતી. ત્યાંથી તેણે રામગઢ અને કમ્બોઈ વચ્ચે આવેલી નર્મદા મુખ્ય કેનાલના કિનારે બેસી મરવાનું કારણ દર્શાવતો વીડિયો બનાવ્યો અને પોતાની બહેનને મોકલી કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી.
આજુબાજુના લોકોને આ અંગે જાણ થતાં દૂરથી જોતાં ખેડૂત મજૂરો ત્યાં દોડી ગયા હતા અને તેને બચાવવા માટે દોરડા લાવી કોશિશ કરી હતી, પણ યુવતી આખરે ડૂબી ગઇ હતી. તેના પિતાજીને ખબર પડતાં ચાણસ્મા પોલીસ મથકે જાણવાજોગ દીકરી ગુમ થવાની અરજી આપી હતી. ત્યારબાદ ચાણસ્મા પોલીસ દ્વારા સ્થળ પર આવી તપાસ શરુ કરવામાં આવી હતી.
વસંતીએ મુખ્ય કેનાલમાં મોતની છલાંગ લગાવતાં પહેલાં કેનાલની દીવાલ પર બેસીને વીડિયો ઉતારતાં જણાવ્યું હતું કે, હું આ કેનાલમાં પડીને મરીશ. મારું મરવાનું એક જ કારણ છે કે, વિષ્ણુ ભાભર તેનું ગામ દેલવાડા. તેણે મને લગ્નના વાયદાઓ કર્યા અને પછી બીજી છોકરી સાથે પ્રેમસંબંધ બાંધી મારા સાસરિયાંમાં બધે મને બદનામ કરી અને ક્યાંયની રાખી નહીં. એને કારણે હવે મને મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. હાલ તે મોરબીમાં રહે છે. અને આશીર્વાદ હોટલમાં નોકરી કરે છે.
View this post on Instagram
તેણે જણાવ્યું કે, નવા બસ સ્ટેન્ડ સામે તેની હોટલ છે. તેનું ગામ નેસડા, સાચું ગામ દેલવાડા ભાભરનો છે. તેના પપ્પા મંગળ અને તેની માનું નામ ચંપા છે. તેનું નામ વિષ્ણુ છે તે જે છોકરી સાથે બોલે છે જેને કારણે મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. માટે તેને સજા આપજો. હું હવે રહેવાની નથી, કહી વીડિયો તેની બહેનને સેન્ડ કરી દીધો હતો. ત્યારબાદ તેના પપ્પા રમણજી ઘટનાસ્થળે આવ્યા હતા તેમણે જણાવ્યું અને વીડિયો આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.