ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ની વર્તમાન આવૃત્તિમાં રાજસ્થાન રોયલ્સ(Rajasthan Royals) તરફથી રમી રહેલા યુઝવેન્દ્ર ચહલ(Yuzvendra Chahal) અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(Royal Challengers Bangalore) તરફથી રમી ચૂક્યા છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ચહલના પરત ફર્યા વિશે રવિચંદ્રન અશ્વિન(Ravichandran Ashwin) અને કરુણ નાયર(Karun Nair) સાથે વાત કરતાં, ચહલે એક ચોંકાવનારો અનુભવ જાહેર કર્યો જે તેની સાથે 2013માં થયો હતો, જ્યારે તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો.
ચહલ સાથે શું થયું?:
ચહલે આ ગંભીર ઘટના જણાવતા કહ્યું કે, ટીમનો એક ખેલાડી નશામાં હતો. જેણે મેચ પછીની ઉજવણી દરમિયાન જ તેને મને પકડી લીધો અને 15મા માળની બાલ્કનીમાં લટકાવી દીધો હતો. ઘટના વિશે જણાવતાં ચહલે કહ્યું, ‘મેં ક્યારેય આ વાત કહી નથી, આજથી બધાને ખબર પડી જશે. મેં તેને ક્યારેય શેર કર્યું નથી. 2013 માં જ્યારે હું મુંબઈ ઈન્ડિયન્સ સાથે હતો, અમારી બેંગ્લોરમાં મેચ હતી. મેચ બાદ એક ગેટ ટુ ગેધર હતો. ત્યાં એક ખેલાડી હતો જે ખૂબ જ નશામાં હતો, હું તેનું નામ નહીં લઉં. તે મને લાંબા સમય સુધી જોઈ રહ્યો હતો ત્યારબાદ તેણે મને બોલાવ્યો અને તે મને બહાર લઈ ગયો પછી તેણે મને બાલ્કનીમાં લટકાવી દીધો હતો.’
IPLના આ એડિશનમાં અત્યાર સુધી 7 વિકેટ ઝડપનાર 31 વર્ષીય ખેલાડીએ વધુમાં જણાવ્યું કે, ‘મેં તેનું માથું મારા હાથથી પકડી રાખ્યું હતું. જો મારો હાથ છૂટ્યો હોત, તો તે 15મા માળેથી પડી ગયો હોત અને જીવ ગુમાવ્યો હોત. ત્યારબાદ ત્યાં હાજર ઘણા લોકો આવ્યા અને તેને સંભાળી લીધો. ચહલે જણાવ્યું કે, હું બેહોશ થઈ ગયો, તેઓએ મને પાણી આપ્યું. પછી મને સમજાયું કે આપણે જ્યાં પણ જઈએ ત્યારે આપણે કેટલા જવાબદાર હોવા જોઈએ. તેથી આ એક એવી ઘટના હતી જ્યાં મને લાગ્યું કે હું માંડ માંડ બચ્યો. સહેજ પણ ભૂલ થઈ હોત તો હું પડી ગયો હોત.
તમને જણાવી દઈએ કે આ એક એવું રહસ્ય છે જે IPL સાથે સંકળાયેલા મોટા અધિકારીઓ અને નાના કર્મચારીઓને પણ ચોંકાવી દેશે. કદાચ MI મેનેજમેન્ટ અથવા IPLની ટીમ અને અન્ય લોકો આ વિશે પહેલાથી જ વાકેફ છે, પરંતુ એકંદરે આ એક એવી ઘટના છે જે પહેલીવાર પબ્લિક સામે આવી છે. સોશિયલ મીડિયા પર પણ લોકોએ તે ખેલાડીનું નામ જાહેર કરવાનું કહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.