ખેતીવાડી વિભાગની સબસીડી માટે ઓનલાઈન અરજીઓ ચાલુ થઈ ગયેલ છે. આપ તા. 29/04/2019 થી તા. 31/05/2019 સુધી અરજી કરી શકશો. ખેતીવાડી વિભાગના તમામ ઘટકોમાં આપ અરજી કરી શકશો. જેમાં મુખ્યત્વે.
ટ્રેક્ટર, પાવરટીલર, પાવર થ્રેશર (હલર), રોટાવેટર, કલ્ટીવેટર (દાંતી), વાવણીયો, રાંપ, એમ.બી પ્લાઉ ( સવડુ/હળ)
પંપસેટ (સબ મર્સિબલ મોટર- પંપ, ઓઈલ એન્જીન), અન્ડર ગ્રાઉન્ડ પાઇપ (PVC)., ખુલ્લી પાઇપ લાઇન., દવા છાંટવાનો પંપ, તાડપત્રી, હેન્ડ ટુલ કીટ, ચાફ કટર.
વગેરે ઘટકોમાં અરજી કરી શકો છો.
અરજી કરવા માટે I Khedu portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજી કરવા માટે જરૂરી આધાર પુરાવા. ?
? 8/અ
? 7-12
? આધારકાર્ડ
? રેશનકાર્ડ
? મોબાઈલ નંબર
? બેંક પાસબુકની ઝેરોક્ષ
? અરજી કરવા માટે ક્યા જશો.
? ગ્રામ પંચાયત ખાતે કમ્પ્યુટર ઓપરેટર.
? ઓનલાઈન ફોર્મ ભરી આપનાર કમ્પ્યુટર વાળા.
? ડીલર પણ આપને અરજી કરી આપશે.
✅ અરજી કર્યા બાદ અરજીની પ્રીંટ ભુલ્યા વગર વહેલી તકે દિવસ ૭ મા આપના ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) ને જમાં કરાવવાની રહેશે.
? અરજી સાથે જોડવાના કાગળ.?
? અરજીની પ્રીંટ.
? આધારકાર્ડની ઝેરોક્ષ.
? મોબાઈલ નંબર.
? બેંક પાસબુક ની ઝેરોક્ષ.
? 8/અ.
સબસીડીને લગતી વધુ માહીતી અને અરજી કરવા માટે I khedut portal ની મુલાકાત કરશો.