ફરીદાબાદ: હાલમાં એવા ઘણા કીસ્સા સામે આવી રહ્યા છે જેમાં નજીવી લડાઈ હત્યા સુધી પહોચી જતી હોય છે. રાજ્યમાંથી અવાર-નવાર હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. દિલ્હીની પાસે આવેલા ફરીદાબાદમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીની ગોળી મારી હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. ઘટના 29 જુલાઈ ફરીદાબાદના હરકેશ નગરની છે. પોલીસના જણાવ્યા મુજબ, તેમને યુવકની લાશ નજીકની ટીટૂ કોલોનીની નજીક કેનાલમાં બિનવારસી મળી આવી હતી. જેની ઓળખ માટે લાશને ફરીદાબાદની સિવિલ હૉસ્પિટલ બાદશાહ ખાન મોર્ચરીમાં રાખવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, શનિવારે મૃતકની ઓળખ હરકેશ નગરના રહેવાસી રૂષિ તરીકે થઈ છે. મૃતકના કાકાના નિવેદનને નોંધી પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ શરૂ કરી લેવામાં આવી છે. મૃતકના કાકાના જણાવ્યા અનુસાર, મૃતક રૂષિને કોઈ યુવતી સાથે પ્રેમ હતો. યુવતીના મોબાઇલથી મેસેજ કરીને તેને મળવા બોલાવ્યો હતો. પરંતુ, ત્યાં યુવતીના પરિવારના સભ્યોએ યુવકને પકડી લીધો અને તેને થોડા અંતરે જઈને ટીટૂ કોલોનીની નજીક કેનાલમાં ગોળી મારીને હત્યા કરી દીધી અને ઘટનાને અંજામ આપીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
મૃતક રૂષિના પરિજનોના કહેવા પ્રમાણે, આરોપી જેડીયૂ નેતા છે જેમણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પરંતુ, આરોપી હજુ પોલીસની પકડથી બહાર છે. બીજી બાજુ, મૃતક રૂષિના પરિજનોનો આરોપ છે કે જ્યારે તેઓ પોલીસની પાસે ગયા તો તેમને પોલીસે તેને થપ્પડ મારીને ભગાડી દેવાની ધમકી આપી. હાલ તેઓ પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ નથી. પરંતુ, તેઓ ઈચ્છે છે કે વહેલી તકે આરોપીઓને પકડીને કડકમાં કડક સજા આપવામાં આવે.
બીજી બાજુ આ મામલામાં તપાસ અધિકારી કૃષ્ણએ જણાવ્યું કે, 29 તારીખે બિનવારસ લાશ મળી હતી. જાણવા મળ્યું છે કે, તેની ઓળખ માટે લાશને ફરીદાબાદની સિવિલ હૉસ્પિટલ બાદશાહ ખાન મોર્ચરીમાં રાખવામાં આવી હતી. જેની ઓળખ થઈ ચૂકી છે. મૃતકના કાકાના નિવેદનના આધારે અન્ય કલમો ઉમેરી અને ઝડપથી આરોપીઓને પકડી લેવામાં આવશે.
આ અંગ્ર તપાસ અધિકારીએ જણાવ્યું કે, મૃતકનો એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જેના પરિજનો પર રૂષિની હત્યાનો આરોપ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આરોપી બિહારના આરા જિલ્લાના રહેવાસી છે જેમને પકડવા માટે પોલીસ ટીમ બિહાર ગઈ છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરી ફરીદાબાદ લઈ જવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.