UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક ગણાય છે. પરંતુ ક્યારેક જીવન એટલું મુશ્કેલ બની જાય છે કે આવી પરીક્ષાઓ તેની સામે નબળી દેખાવા લાગે છે. કંઈક આવી જ વાત મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના નીરીશ રાજપૂત(Nirish Rajput)ની છે. તેના પિતા દરજી હતા. પરિસ્થિતિ એવી હતી કે તેને ન્યુઝપેપર(Newspaper) વહેંચીને જીવવું પડ્યું. પરંતુ તેમ છતાં પણ આ જંગને હાર્યા નહી ભારતીય સિવિલ સર્વિસીસમાં પાસ થયા.
ફી ભરવા માટે ન્યુઝપેપરનું કર્યું હતું વિતરણ:
નીરીશના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. તેના પિતા દરજી તરીકે કામ કરતા હતા. આવી સ્થિતિમાં નીરીશે સરકારી શાળામાંથી અભ્યાસ પણ કર્યો હતો. પરંતુ તેમ છતાં ફી ભરવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. આવી સ્થિતિમાં નીરીશ અખબારો વહેંચવાનું કામ કરતો હતો. જ્યારે તે ગ્રેજ્યુએશન માટે પોતાના ઘરથી દૂર ગ્વાલિયર આવ્યો ત્યારે તેણે અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ જોબ પણ કરી. ખાસ વાત એ છે કે તેણે B.Sc અને M.Sc બંનેમાં ટોપ કર્યું છે.
છેતરપિંડીએ જીવન બદલી નાખ્યું
UPSC ની તૈયારી દરમિયાન, નીરીશના એક મિત્રએ એક કોચિંગ સંસ્થા ખોલી. તેણે નીરીશને ભણાવવા બોલાવ્યો અને કહ્યું કે જો કોચિંગ ચાલુ રહેશે તો તે મદદ કરશે. પરંતુ 2 વર્ષ પછી જ્યારે કોચિંગ ઈન્સ્ટીટ્યુટ ચાલવા લાગી ત્યારે તેણે નીરીશને કાઢી મૂક્યો. નીરીશે અહીંથી કઇક અલગ કરવાનું નક્કી કર્યું.
કોચિંગ વગર UPSC કર્યું પાસ:
નીરીશ UPSC ની તૈયારી કરી રહેલા મિત્રને મળવા દિલ્હી ગયો હતો. મિત્ર પાસેથી ઉધાર લીધેલી નોટો સાથે નીરીશે તૈયારી શરૂ કરી. પરિસ્થિતિ એવી હતી કે તેની પાસે કોચિંગમાં જોડાવા માટે પૈસા નહોતા. સખત મહેનતના બળ પર, નિરીશ છેલ્લે 370 રેન્ક મેળવીને IAS બન્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.