હાલમાં સુરત શહેરના જહાંગીરપુરામાં એક આઈડીએફસી બેંકના સેલ્સ ઓફિસરે એકલતામાં સિલિંગ સાથે દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. જણવા મળ્યું છે કે, આપઘાત કરનાર પવન પટેલ એમએ પાસ થયા પછી એક વર્ષથી બેંકમાં નોકરી કરતો હોવાનું અને પરિવારનો એકનો એક દીકરો હતો. લોકો અભ્યાસ દરમિયાન સાથી વિદ્યાર્થીનીના પ્રેમમાં પાગલ પવને પ્રેમિકાની સગાઈની અને પોતાની મૃત્યુની એક તારીખ ઇતિહાસના ચોપડે યાદગાર બનાવવા આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાની આશંકાઓ કરી રહ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે, જહાંગીરપુરા આશિષ રો-હાઉસમાં એક યુવાને આપઘાત કરી લીધો હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. જોકે, મરનાર પવનના મૃતદેહને પરિવારજનોએ નીચે ઉતારી દીધો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, પવને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
વધુમાં જાણવા મળ્યું હતું કે, પવન પટેલને એક મોટી બહેન છે. જેના લગ્ન થઈ ગયા હતા અને માતા સાથે એ રહેતો હતો. માતા પોસ્ટલ વિભાગમાં આસિ. ઓફિસર છે અને પવન એમએના અભ્યાસ બાદ એક વર્ષથી આઈડીએફસી બેંકમાં સેલ્સ ઓફિસર તરીકે કામ કરી રહ્યો હતો. શુક્રવારની બપોરે પવન નોકરી પરથી વહેલા ઘરે આવી ગયો હતો. ત્યારબાદ પાડોશીએ દરવાજો ખખડાવ્યા બાદ પણ દરવાજો ન ખોલતાં બારીમાંથી જોવા મળ્યું કે, તે સિલિંગ સાથે લટકતો હતો. આ જોઈને પાડોશીએ બુમાબુમ કરી હતી અને તાત્કાલિક બારીમાંથી અંદર હાથ નાખી દરવાજો ખોલી પવનને ખભે ઉપાડી દોરી કાપી નીચે ઉતાર્યો હતો. જોકે, પવનને કોઈ સારવાર મળે તે પહેલાં જ એનું મૃત્યુ નીપજ્યું હતું.
વધુમાં જાણવા મળ્યુ હતું કે, પવનને કોલેજમાં કોઈ યુવતી સાથે પ્રેમ હોય અને તેની સગાઈની ખબર પડતાં આવું અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. એટલું જ નહીં પણ શુક્રવારે જ પ્રેમિકાની સગાઈ હોવાની વાત બાદ પવને મૃત્યુની પણ એક તારીખ થાય આવું પગલું ભર્યું હોવાની આશંકા દેખાય રહી છે. હાલ જહાંગીરપુરા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ડો. ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, પવનના ગળા ઉપર ફાંસાના સીધા નિશાન મળી આવ્યા છે. આ ઉપરાંત હાથની નસ કાપવાનો પણ પ્રાયસ કર્યો હોવાના નિશાન મળી આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle