હાલમાં નવસારી શહેરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહો છે, જેના કારણે શહેરીજનોને માર્ગો અને રસ્તા પરથી ચાલવું દુષ્કર બનાવી રહ્યો છે.નવસારી શહેરમાં જો જીવિત રહેવું હોય તો માર્ગો પરથી વાહન ફરજિયાત ધીમું હાકવાની ફરજ શહેરીજનોની પડી છે કારણકે માર્ગો પર અડીંગો જમાવીને બેસી રહેતા ઢોર કોઈપણ સમયે બાઈક ચાલકો સાથે અકસ્માત નોતરી તેમને મોતના મુખમાં ધકેલી શકે છે.
નવસારી શહેર ના આવાબાગમાં રહેતા મર્ઝબાન પંથાકી ઇટાળવા રોડ થી નવસારી સાંજે 7:40 વાગ્યે ની આસપાસ આવી રહ્યા હતા ત્યારે ઈટાળવા રોડ પાસે વાછરડા રસ્તો ક્રોસ કરતા તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ગઇકાલે 7 વાગ્યે ને 40 મિનિટ એ ઇટાળવા પોતાનું અંગત કામ પતાવીને મર્ઝબાન ભાઈ પોતાના ઘરે આવવા નીકળ્યા હતા ત્યારે ઇટાળવા પાસે એક વાછરડું એકાએક રસ્તો ક્રોસ કરતા મર્ઝબાનભાઈ રસ્તા વચ્ચે જોરથી પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને વધુ સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા અને ન્યુરો સર્જરી કરવાની જરૂર ઉભી થઈ હતી ત્યારે સુરત ખાતે ત્રણ કલાક ચાલેલા ઓપરેશન દ્વારા હાલ ઇજાગ્રસ્ત મર્ઝબાન ભાઈ ની તબિયત સ્થિર છે તેવું તેમના પરિવાર દ્વારા જાણવા મળ્યું છે સાથે આ અકસ્માતમાં પરિવાર ને 3 લાખથી વધુનો સારવારનો ખર્ચો આવી શકે છે.
નગરસેવીકા પ્રીતિબેન અમીને નવસારી નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર બાબતે જાહેરનામું બહાર પાડવા માટે નવસારી કલેકટર ને પત્ર લખ્યો હતો. બારડોલી નગરપાલિકામાં પણ રખડતા ઢોર બાબતે ડેપ્યુટી કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને રખડતા ઢોરને કાબૂમાં રાખવા માટે બારડોલી નગર પાલિકાના ચીફ ઓફિસરને આદેશ કર્યો હતો કે તાત્કાલિક રખડતા ઢોર બાબતે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે ચીફ ઓફિસરને પક્ષકાર બનાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.