‘આ તે વળી કેવા નિયમો’: ભાજપના નેતા ભેગા થાય તો કોરોના ન થાય અને જગન્નાથજીની રથયાત્રા નીકળે તો કોરોના થાય

કોરોનાની મહામારીમાંથી આજે સમગ્ર દેશ પસાર થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય પણ આ મહામારી સામે લડી રહ્યું છે અને હજુ ત્રીજી લહેરનું સંકટ પણ તોળાઈ રહ્યું છે. ત્યારે હવે આવા સમયમાં કોરોનાના નિયમોનું પાલન કરવાના બણગા ફૂક્તી સરકારના નેતાઓ જ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડી રહ્યા છે. શું નિયમ અને દંડ માત્ર પ્રજા માટે જ છે, પક્ષ માટે નહીં?

રાજકોટ શહેરમાં ગઈ કાલે પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટના સ્વાગત માટેનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જે સ્વાગત કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહિતના અન્ય ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ટોળેવળીને ઢોલના તાલે વાજત ગાજતા અને સામાજિક અંતરનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ મુક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી હતી અને બીજી બાજુ ભાજપના કાર્યક્રમો થઇ રહ્યા છે.

રથયાત્રાને પરમીશન આપતા ભક્તોમાં ખુબ જ રોષની લાગણી જોવા મળી રહી છે. સરકારી તંત્ર દ્વારા રથયાત્રા કાઢવા પર અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જયારે બીજી બાજુ રાજકોટ શહેરમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટના સ્વાગત માટેનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. નેતાઓ જ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડી રહ્યા હતા.

ત્યારે લોકો ભાજપ પર આક્ષેપનો ટોપલો ઠાલવતા કહી રહ્યા છે કે શું ભાજપને આ પ્રકારે તમામ કાર્યક્રમો કરવાની છૂટ છે? અષાઢી બીજની રથયાત્રા માટે કડક નિયમો લગાવવામાં આવ્યા છે. તો શું આવા કાર્યક્રમો કરવાથી કોરોના નથી ફેલાતો. ફરી એક વાર ભાજપના નેતાઓએ ભીડ એકઠી કરીને માસ્ક અને સામાજિક અંતરના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડ્યા હતા.

આ કાર્યક્રમમાં રસ્તા પર ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.  આ સ્વાગત કાર્યક્રમ વખતે પોલીસ પ્રેક્ષક બનીને આ તમાશો જોઈ રહી હતી જાણે કે, કોરોનાની ગાઇડલાઇન્સ લાગુ જ ન પડતી હોય. જો શાસક પક્ષ દ્વારા જ નિયમોનું ઉલ્લઘન થાય તો પ્રજાનો શું વાંક! તેવા આક્ષેપો લોકો કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *