તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આંધ્ર પ્રદેશ સરકારના ધો.12ની પરીક્ષા આયોજિત કરવાના નિર્ણય સામે અનેક પ્રશ્રો ઉઠાવવામાં આવ્યા છે. કોર્ટે ફાઇલ નોટિંગ દાખલ કરવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે પૂછ્યુ હતું કે, રાજ્ય સરકાર બતાવે કે કોણે આ નિર્ણય લીધો છે. શું આ નિર્ણય લેતા મહામારીની સમગ્ર સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે?
જો પરીક્ષા યોજવાને કારણે એક પણ વિદ્યાર્થીનું મોત થશે તો અમે 1 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપી શકીએ છીએ. દેશના અન્ય રાજ્યોમાં પરીક્ષા રદ કરવામાં આવી છે ત્યારે આંધ્ર પ્રદેશ પરીક્ષા લઇને શા માટે અલગ દેખાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
કોર્ટે રાજ્ય સરકારને પ્રશ્ર પૂછ્યો કે, 5.20 લાખ વિદ્યાર્થીઓ માટે લગભગ 34,000 રૂમ કેવી રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે? ત્યારે સરકારે જણાવ્યું છે કે, એક રૂમમાં 15 થી 18 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. હવે આ કેસની વધુ સુનાવણી શુક્રવારે થશે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોના વાઇરસના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો પણ સંદર્ભ આપવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશમાં નવા વેરિઅન્ટ ડેલ્ટા પ્લસના કેસો સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે વધુમાં આંધ્ર પ્રદેશ સરકારને પૂછ્યું છે કે, પરીક્ષા દરમિયાન પરીક્ષા હોલમાં વિદ્યાર્થીઓ ઉપરાંત સુપરવાઇઝર પણ હશે તો તે તમામનું કઇ રીતે ધ્યાન રાખવામાં આવશે.
તમામ માટે પ્રકાશ અને વેન્ટિલેશનની વ્યવસ્થા કઇ રીતે કરવામાં આવશે? ફક્ત એમ કહેવાથી નહીં ચાલે કે અમે પરીક્ષા લઇ રહ્યાં છે. પરીક્ષા લેવા માટેની તૈયારીઓ પણ કરવી પડશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ રાજ્યોના બોર્ડની પરીક્ષા યુનિફોર્મ કરવાની માંગ ફગાવી દેવામાં આવી હતી.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા એક સમાન નીતિ માટે દાખલ અરજી અંગે કોઇ પણ નિર્દેશ જારી કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, રાજ્ય અને તેમના બોર્ડ પોતાની નીતિ ઘડવા સ્વતંત્ર અને સ્વાયત્ત છે. તેથી અમે તેમના અિધકાર ક્ષેત્રમાં દખલ કરીશું નહીં. ઉપરાંત સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, અમે કોઇ એવો આદેશ જારી કરવાના નથી જેથી રાજ્ય બોર્ડની સ્વતંત્રતા છીનવાઇ જાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.