ચૂંટણીઓમાં OBC સમાજને અનામત મળે છે તો EWS ને કેમ નહિ? જાણો દિનેશ બાંભણિયાએ મુખ્યમંત્રી પાસે શું કરી માંગ?

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, OBC કમિશનને ફરીથી 10% અનામત આપવા અંગે સરકારને જણાવ્યું છે. ત્યારે EWS વર્ગના લોકો માટે પણ અનામતની જોગવાઈ કરવામાં આવે, તેવી માંગ સાથે મુખ્યંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આટલું જ નહીં સાથોસાથ ગ્રામ પંચાયતની ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આવનારી તમામ ચૂંટણીમાં EWS ની વસ્તીના આધારે કમીશન નું સર્વે કરવામાં આવે અને કમીશન માં સામેલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

દિનેશ બાંભણિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે કે, EWS એટલે કે બિન અનામત વર્ગને આવનારી ગ્રામ પંચાયત, સ્થાનિક સ્વરાજ્યની અને બીજી આવનાર તમામ ચૂંટણી માટે EWS રિઝર્વેશન નું પ્રમાણ સાથો સાથ બેઠકનો પ્રકાર અને કમિશન રચીને અનામત નિયત કરવું જોઈએ.

જો બીજા વર્ગને મળે છે, તો બિન અનામત વર્ગને કેમ નહીં?
ગુજરાતમાં દરેક ગ્રામ પંચાયત, સ્થાનિક સ્વરાજ્યની અને બીજી આવનાર ચૂંટણીઓમાં EWS એટલે કે બિન અનામત વર્ગને અનામતનો લાભ મળવો જોઈએ. રાજ્યમાં બિન અનામત સમાજને યોગ્ય અનામતનો લાભ મળે સાથોસાથ તેમની સાથે અન્યાય ન થાય એ માટે EWS રિઝર્વેશન નું પ્રમાણ, બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે તાત્કાલિક કમિશન રચીને તેની કાર્યવાહી નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય, સાથોસાથ અનામતનો લાભ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *