કોવિડ-૧૯ની હાલની પરિસ્થિતિ જોતાં ગુજરાત હાઈકોર્ટે શનિવારે અવલોકન કર્યું કે, દરેક વ્યક્તિને કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપવી જોઈએ. રાજ્ય સરકારે પ્રતિ દિવસ થતાં ટેસ્ટની સંખ્યા મુદ્દે ઢાંકપિછોડો કરતાં વિવાદ ઊભો થયો છે. ઉપરાંત ખાનગી લેબને પણ ટેસ્ટ કરતાં પહેલાં રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે તેવી જોગવાઈ કરતાં વિવાદ વકર્યાે છે.
કોરોનાના મુદ્દે હાઇકોર્ટે કરેલી સુઓ મોટો જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે દરેક લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા માટેની મંજૂરી આપો. હાઇકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે વધુ ને વધુ ટેસ્ટ કરવામાં આવશે તો કુલ વસ્તીના ૭૦ ટકા જેટલા લોકો કોરોના પોઝિટિવ નીકળશે .જેના લીધે લોકોમાં એક પ્રકારના માનસિક ડરનો માહોલ ફેલાઈ જશે. આ અંગે હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આ પ્રકારની આશંકાના પગલે કોરોનાના ટેસ્ટીંગ રોકવાનું પગલું હિતાવહ નથી.
હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે દરેક વ્યક્તિને કોરોનાના ટેસ્ટ કરાવવા માટેની મંજૂરી આપો. ડિસ્ચાર્જ સમયે દર્દીના ટેસ્ટિંગ કરો, કોરોના પોઝિટિવ દર્દી કે જેને હોસ્પિટલમાંથી રજા મળી છે અથવા તો તેનું મૃત્યુ થયું છે તેવા દર્દીઓના પરિવારજનોના ટેસ્ટ પણ કરાવો. ઉપરાંત ડોક્ટરે જે દર્દીને પ્રીસ્ક્રિપશન લખી આપ્યું છે, તેનો ટેસ્ટ પણ કરાવો. હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે જે ખાનગી લેબોરેટરીમાં સુવિધાઓ છે તેને આરટીપીસીઆર ટેસ્ટ કરવા માટેની મંજૂરી આપો.
હાઇકોર્ટના ગુજરાત સરકારને 3 સવાલ :-
- કોરોનાના દર્દીઓના ટેસ્ટિંગ માટે સમગ્ર રાજ્યમાં પૂરતી લેબોરેટરીઓ ઉપલબ્ધ છે ?
- ICMRની માર્ગદર્શિકા મુજબ જે લેબોરેટરીમાં સુવિધાઓ છે તેમને મંજૂરી કેમ અપાઈ નથી.
- ICMR ના ટેસ્ટિંગ માટે જે લેબોરેટરીને મંજૂરી આપી છે, તેને રાજ્ય સરકારનો આદેશ છે કે ટેસ્ટ સરકારી હોસ્પિટલમાં જ કરાવવો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news