ફંગસ બીમારી હજુ ગઈ નથી ત્યાં તો નવા રોગે વધાર્યું ટેન્શન, કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં જોવા મળે છે આ ખતરનાક બીમારી

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે. જયારે અન્ય એક સાઈડ ઈફેક્ટ જોવા મળી રહી છે.

પહેલા કોરોનાને હરાવીને ઘણા દર્દીઓ ફંગસ સામે લડતા હતા અને હજુ પણ કેટલાક દર્દીઓ લડી રહ્યા છે. જયારે આવામાં એક નવી બીમારી સામે આવી છે. આ બીમારીનું નામ અવૈસ્ક્યૂલર નૈક્રોસિસ (AVN) એટલે કે બોન ડેડ છે. અમે તમને જણાવી દઈએ કે આ બોન ડેડ એટલે કે હાડકા ઓગળી જવા અને હાડકા ધીમે ધીમે નષ્ટ થવા લાગવા. આ નવી બીમારીએ મુંબઈના તબીબ ક્ષેત્રની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. હાલમાં જ મુંબઈ શહેરમાં આ બીમારીના નવા ૩ કેસ સામે આવ્યા છે.

કેવી રીતે ઓગળે છે હાડકા?:
અમે તમને જમાવી દઈએ કે સૌથી ખતરનાક અને ગંભીર બાબત એ છે કે આ બીમારીમાં દર્દીના હાડકા ધીમે ધીમે ઓગળવા લાગે છે. મળતી માહિતી અનુસાર, આ રોગ દરમિયાન હાડકામાં રહેલી પેશીઓ સુધી લોહી ના પહોચવાના કારણે દર્દીના હાડકા નબળા પડવા લાગે છે. આ બીમારીના કારણે તબીબોની મુશ્કેલીઓ વધી રહી છે. તેમજ તબીબોનું માનવું છે કે, કોરોના સંક્રમિત દર્દીઓને વધુ પ્રમાણમાં સ્ટીરોઇડ આપવામાં આવે છે. જેને લીધે આ બીમારી થવાની શક્યતાઓ વધી જાય છે. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, તબીબોને એ વાત અંગેની ચિંતા છે કે આગામી સમયમાં આ રોગના કેસમાં હજુ વધારો થશે.

અમે તમને જણાવી દઈએ કે, મુંબઈ શહેરમાં આવેલી હિન્દુજા હોસ્પિટલમાં અત્યારે આ રોગથી પીડિત એવા ૩ દર્દીઓના સારવાર ચાલી રહી છે. ત્રણેય દર્દીમાં કોરોનાથી સાજા થયા બાદ આ પ્રકારનો રોગ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર કોરોના સારવાર દરમિયાન મોટી માત્રામાં દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોવા જઈએ તો આ ૩ કેસ આગામી સમયમાં ચિંતા જન્માવે એવું લાગી રહ્યું છે. ફંગસની જેમ પણ આ બીમારી ખુબ જ ખતરનાક અને ગંભીર લાગી રહી છે. તેમજ આગામી સમયમાં કેસ વધી શકે તેવી શંકાઓ સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *