શરદી કે કફ ના કારણે નાક જામ થઈ ગયું તો આપણે ત્યાં દેશી ઉપચાર થી તરત જ આરામ મળી શકે છે.ઋતુ બદલતા સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકાર ની પરેશાનીઓનો સામનો કરવો પડે છે.રાત્રી ના સમયે નાક બંધ થવા પર શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. જે ખતરનાક સાબિત થઈ શકે છે.લોકો બંધ નાક ખોલવા માટે ઇન્હેલર નો ઉપયોગ કરે છે.જોકે,તેની આદત પડી જાય છે જેથી સરળ નુસખો થી આ સમસ્યાને કાયમી દૂર કરી શકાય છે.
શરદી અને કફના કારણે નાક બંધ થઈ જાય તો કરો આ ઉપચાર.નાક બંધ થવા પર આંગળી પર સરસિયાનું તેલ લગાવો અને તેને સુંઘો.આ એક સરકાર ઈલાજ છે.બીજો ઈલાજ એ છે કે અજમાને તવા પર શેકી લો પછી તેની પોટલી બનાવીને સુંઘવા પર બંધ નાક તરત જ ખુલી જાય છે.
સ્ટીમ લેવાથી પણ બંધ નાક તરત ખુલી જાય છે આ એકદમ સરળ ઈલાજ છે.ફ્લૂ હોવાને કારણે ગળામાં ખારાશ અને બંધ નાક ની પ્રોબ્લેમ થાય છે તેનાથી રાહત મેળવવા માટે તમે સૂપ પી શકો છો. સ્ટીમ લેતી વખતે આમ તો ગરમ પાણીથી જ ફાયદો થઈ જાય છે પરંતુ તેમ છતાં તમારું નાક ન ખુલે તો પાણીમાં અજમો,વિક્સ કે લવિંગ નાખીને પણ સ્ટિમ લઈ શકો છો તેનાથી પણ રાહત મળે છે.
એક સાઈડ નું નાક બંધ કરીને બીજી બાજુથી શ્વાસ બહાર કાઢો. આવું કરવાથી નાકમાં જમા કફ બહાર નીકળી જશે જેનાથી બંધ નાક ખુલી જાય છે.બંધ નાક ખોલવા માટે એપ્પલ સાઈડર વિનેગર નું ગરમ પાણીમાં અથવા ચા માં મિક્સ કરીને પીવો.1 ચમચી વિનેગર નું સેવન પણ આ સમસ્યા દૂર કરી દેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.