વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો ડ્રાયરથી સુકવવાની ભુલ ન કરવી, આ રીતે ફોનને કરો ઠીક

Phone Tips: ગુજરાતમાં ચોમાસું વિધિવત્ જામી ચૂક્યુ છે. ચોમાસામાં કોઈ પણ ગેજેટ પલળી જવાની શક્યતાઓ વધી જાય છે, ખાસ કરીને સ્માર્ટફોન. કારણ કે, સ્માર્ટફોન આપણે બધે જ સાથે લઈને ફરીએ છીએ. ચોમાસા દરમિયાન અણધાર્યો વરસાદ તમારી સાથે તમારા મોંઘા સ્માર્ટફોનને પણ પલાળી શકે છે. જો તમારી પાસે સેફ્ટી કવર છે, તો સ્માર્ટફોન બચવાની શક્યતા વધી જાય છે, પરંતુ જો પાણી સ્માર્ટફોનની(Phone Tips) અંદર જતું રહેશે, તો તમારો ફોન બગડી શકે છે. જો તમે ચોમાસા દરમિયાન વારંવાર બહાર ફરો છો, તો તમારા સ્માર્ટફોનને બચાવવા માટે અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છઈએ, જેને કારણે જો તમારો ફોન વરસાદમાં પલળી જાય તો પણ તમારા સ્માર્ટફોનને સુરક્ષિત રાખી શકો છો.

વોટરપ્રૂફ કેસનો ઉપયોગ
આ સૌથી સરળ પદ્ધતિ છે. તમે તમારા ફોનને વોટરપ્રૂફ કેસમાં રાખી શકો છો. આ તમારી સંરક્ષણની પ્રથમ લાઇન છે.પરંતુ એક વાત ધ્યાનમાં રાખો કે તમારે હાઇ ક્વોલિટીવાળા કેસનો ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત તે તમારા ફોન અનુસાર સારી રીતે ફિટ થવો જોઈએ.જો જરૂરી હોય તો તમે અસ્થાયી ઉકેલ તરીકે ઝિપલોક બેગનો પણ ઉપયોગ કરી શકો છો; પરંતુ વધુ સારી રીતે કામ કરે છે.

સૌથી પહેલા ફોનને કરો બંધ
જો ફોનમાં પાણી જતુ રહ્યું હોય તો અથવા તો ફોન ભીનો થઈ ગયો હોય તો તેને સ્વીચ ઓફ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સ્થિતિમાં તેને ચાલુ કરવાનો પ્રયાસ કરશો નહીં. ફોન પર કોઈપણ બટન દબાવો નહીં. જેના કારણે શોર્ટ સર્કિટ થવાનો ભય છે.

ફોનને હેર ડ્રાયર વડે સુકવો
ફોન બંધ થતાં જ તેમાંથી સિમ કાર્ડ અને મેમરી કાર્ડ કાઢી લો. ત્યાર પછી ફોનને હેર ડ્રાયર વડે સુકાવો. પરંતુ ધ્યાન રાખો કે હેર ડ્રાયરને થોડે દૂર રાખો.

ફોનને ચોખા વચ્ચે મૂકી દો
ફોનની ઉપર પાણી હોય તેને પેપર નેપકિન વડે જ સાફ કરો. જો તમારી પાસે હેર ડ્રાયર નથી. તો ફોનને સૂકા ચોખાની અંદર મૂકો. ફોનને ઓછામાં ઓછા 24 કલાક ચોખાની અંદર રાખો.

ફોનને લેમિનેટ કરાવો
ચોમાસામાં સૌથી બેસ્ટ રહે કે ફોનનું લેમિનેટ કરાવી લો. લેમિનેટ કરાવાથી ફોન થોડો જૂનો લાગે છે. પરંતુ તેમાં પાણી જતું અટકે છે. બજારમાં ઘણા લિક્વિડ પ્રોટેક્શન પણ ઉપલબ્ધ છે, જેથી તમે ફોનને સુરક્ષિત રાખી શકો.

ફોનના હોલ્સમાં ટેપ લગાવો
વરસાદમાં પોલીથીન બેગ કે પ્લાસ્કિટનું કવર સાથે રાખવું પરંતુ અચાનક વરસાદ આવે અને તમારી પાસે પોલીથીન ન હોય તો આ કામ કરવું. ફોનના માઇક, ચાર્જિંગ પોર્ટ, હેડફોન જેક, સ્પીકર્સ સહિતની ફોનની જગ્યા પર ટેપ ચોંટાડો. તેનાથી તમારો ફોન કવર થઈ જશે અને પાણી અંદર જઈ શકશે નહીં.