વર્તમાન સમયમાં જો બેન્ક ખાતામાં અચાનક પૈસા જમા થવા લાગે તો પણ ચિંતા થઈ જાય છે. વ્યક્તિ વિચારમાં પડી જાય કે આ રૂપિયા જમા કેવી રીતે થાય છે. આવી જ ઘટના લંડનમાં રહેતાં ટિમ કૈમરોન સાથે બની હતી. તેના બેન્ક ખાતામાં એકવાર નહીં ચાર વખત પૈસા જમા થયા. પૈસા જમા થવા પર તેને પણ આશ્ચર્ય થવા લાગ્યું.
રસ્તામાં ખોવાયું પર્સ
કૈમરોન એક દિવસ ઓફિસથી પરત ફરતો હતો ત્યારે તેનું પર્સ રસ્તામાં ખોવાઈ ગયું. આ પર્સમાં તેનું એટીએમ કાર્ડ અને અન્ય પૈસા હતા. કૈમરોનનું પર્સ એક વ્યક્તિને મળ્યું અને તે ઈમાનદાર વ્યક્તિએ કૈમરોન વિશે જાણવા ઓનલાઈન બેંકિંગની મદદ લીધી. કૈમરોનનું પર્સ જેને મળ્યું હતું તેણે ચારવાર પૈસા ટ્રાંસફર કર્યા અને સાથે એક સંદેશ પણ મોકલ્યો. સંદેશમાં તેણે ફોન નંબર આપ્યો અને કોલ કરવા જણાવ્યું.
અજાણ્યા વ્યક્તિના કર્યા વખાણ
આ ઘટનાની જાણ કૈમરોનએ ટ્વીટ કરીને આપી. તેણે તમામ તસવીરો પણ શેર કરી છે. તેણે અજાણ્યા વ્યક્તિના વખાણ પણ કર્યા. ટ્વીટર પર લોકોએ પુછ્યું કે તે વ્યક્તિને બેન્કની જાણકારી કેવી રીતે મળી તો કૈમરોનએ જણાવ્યું કે બ્રિટનમાં કાર્ડ પર બેન્કની તમામ જાણકારી અંકિત હોય છે.