LPG ગેસ સિલિન્ડરને કારણે કોઈ પણ સમસ્યા સર્જાઈ તો તમને મળવા પાત્ર છે 50 લાખ રૂપિયા- ફટાફટ જાણી લો આ પ્રક્રિયા

LPG સિલિન્ડર આજકાલ દરેક લોકોના ઘરમાં છે. પરંતુ, તેનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. ક્યારેક મોટા અકસ્માતો પણ આમાં સર્જાવવાની શક્યતાઓ છે. આવી…

LPG સિલિન્ડર આજકાલ દરેક લોકોના ઘરમાં છે. પરંતુ, તેનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. ક્યારેક મોટા અકસ્માતો પણ આમાં સર્જાવવાની શક્યતાઓ છે. આવી સ્થિતિમાં ગેસ સિલિન્ડર(Gas cylinder)નો ઉપયોગ કરવામાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. તેમ છતાં જો કોઈ પણ પ્રકારની દુર્ઘટના થાય તો તમે ગ્રાહક હોવાને કારણે 50 લાખ રૂપિયા સુધીનું વળતર(Compensation of Rs 50 lakh) મેળવી શકો છો.

50 લાખ સુધીનો મફત વીમો:
વાસ્તવમાં, પેટ્રોલિયમ કંપની(Petroleum Company)ઓ એલપીજી એટલે કે રસોઈના ગેસ કનેક્શન લેવા પર ગ્રાહકને વ્યક્તિગત અકસ્માત કવર આપે છે. આવી સ્થિતિમાં, LPG સિલિન્ડરમાંથી ગેસ લીકેજ અથવા બ્લાસ્ટના કારણે અકસ્માતની સ્થિતિમાં 50 લાખ રૂપિયા સુધીનો આ વીમો નાણાકીય સહાયના રૂપમાં છે. તમને જણાવી દઈએ કે, આ વીમા માટે પેટ્રોલિયમ કંપનીઓએ વીમા કંપનીઓ સાથે ભાગીદારી કરી છે અને વળતરની જવાબદારી ગેસ કંપનીની છે.

વ્યક્તિગત અકસ્માત કવર:
નિયમો મુજબ, ડિલિવરી પહેલા વેપારી દ્વારા સિલિન્ડરની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે કે શું ગેસ એકદમ બરાબર છે કે નહીં. ગ્રાહકના ઘરે એલપીજી સિલિન્ડરને કારણે થયેલા અકસ્માતમાં જાન-માલના નુકસાન માટે વ્યક્તિગત અકસ્માત કવર આપવામાં આવે છે. અકસ્માતમાં ગ્રાહકની મિલકત/ઘરને નુકસાન થવાના કિસ્સામાં, અકસ્માત દીઠ રૂ. 2 લાખ સુધીનો ઇન્શ્યોરન્સ કલેઈમ મળે છે.

50 લાખનો મળશે ઇન્શ્યોરન્સ કલેઈમ!
અકસ્માત પછી ઇન્શ્યોરન્સ કલેઈમ(Insurance claim) સત્તાવાર વેબસાઇટ myLPG.in (http://mylpg.in) પર આપવામાં આવ્યો છે. વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, જો ગ્રાહકને તેના દ્વારા મળેલા સિલિન્ડરમાંથી એલપીજી કનેક્શન મળે છે, જો તેના ઘરમાં કોઈ અકસ્માત થાય છે, તો તે વ્યક્તિ 50 લાખ રૂપિયા સુધીના વીમા માટે હકદાર બને છે. એટલે કે તમારી સમજણથી તમને ફાયદો થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *