અમદાવાદ નેશનલ હાઈવે પર સર્જાયો ગંભીર અકસ્માત: ટ્રકની અડફેટે આવતા કારનો નીકળી ગયો કચરઘાણ, આટલાનાં કરુણ મોત

ગુજરાત: દાહોદ જિલ્લા (Dahod District) માં આવેલ અમદાવાદ – ઈન્દૌર (Ahmedabad – Indore) નેશનલ હાઈવે (National Highway) નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત…

ગુજરાત: દાહોદ જિલ્લા (Dahod District) માં આવેલ અમદાવાદ – ઈન્દૌર (Ahmedabad – Indore) નેશનલ હાઈવે (National Highway) નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત (Accident between truck and car) સર્જાતા કારનો પુરેપુરો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જયારે ગંભીર ઈજાગ્રસ્તોને પાસેના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા.

દુઃખની વાત તો એ છે કે, માર્ગ અકસ્માતની આ ઘટનામાં મધ્યપ્રદેશના પરિવારની એક મહિલા સહિત કુલ 2 લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાને વિગતે જોઈએ તો, મધ્યપ્રદેશમાં આવેલ રાણાપુર ગામનો પરિવાર સામાજિક પ્રસંગમાં રાજકોટ ગયો હતો. રવિવારે પાછા ફરતી વખતે સવારના 11 વાગ્યાના સુમારે હાઈવે ઉપર પંચેલા ગામે તેમની સ્કોડા કારને ટ્રકે ટક્કર મારી હતી.

આ ભયંકર ઘટનાને કારણે આજુબાજુના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. સ્થાનીક લોકો દ્વારા ગંભીર ઈજાગ્રસ્ત લોકોને ગાડીની બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં. બાદમાં એમ્બ્યુલન્સ પોલીસને આ અકસ્માતની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયાં હતાં. ગંભીર ઈજાગ્રસ્તોને પાસેના દવાખાને લઈ જવામાં આવ્યાં હતા.

માર્ગ અકસ્માતની આ ઘટનાને કારણે ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યાં હતાં. અકસ્માતની આ ઘટનામાં ગંભીરરૂપે ઘાયલ રમેશભાઈ તથા સરલાબેનનું મોત નીપજ્યું હતું. જયારે ફરિયાદના આધારે પીપલોદ પોલીસ દ્વારા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અવારનવાર આવાને આવા જ કેટલાક ભયંકર અકસ્માત સર્જાતા રહેતા હોય છે. જેને લીધે કેટલાક પરિવારને મોભી સભ્ય અથવા તો એકનો એક દીકરો, દીકરી ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં આ ઘટનાને કારણે પણ પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *