જો 5 દિવસમાં દેખાય આ 3 લક્ષણો, તો ફરજીયાતપણે કરાવી લેવી કોરોના વાયરસની તપાસ

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. કોરોનાને કારણે ભારતમાં ત્રીજું મોત થતા ખળભળાટ મચી ગયો છે. દેશમાં આ વાયરસથી ત્રીજુ મૃત્યુ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના કસ્તુરબા હોસ્પિટલમાં મંગળવારે 64 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થઈ ચૂક્યું છે. અગાઉ પણ બે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. કોરોના વાયરસનો ખતરો રોજબરોજ વધી રહ્યો છે. આ જીવલેણ વાયરસના ભરડામાં આવનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં દોઢ લાખથી વધારે લોકો કોરોના વાયરનો શિકાર બની ચુક્યા છે. એક રિપોર્ટ અનુસાર પહેલા પાંચ દિવસની અંદર શરીરમાં 3 ખાસ પ્રકારના લક્ષણ દેખાય તો કોરોના વાયરસ હોવાની શક્યતા વધી જાય છે.

જર્નલ એનલ ઓફ ઇન્ટનલ મેડિસિનના એક રિપોર્ટ અનુસાર, કોરોના વાયરસના ત્રણ લક્ષણ પહેલા પાંચ દિવસની અંદર જોવા મળે છે. કોરોના વાયરસમાં પહેલા પાંચ દિવસ સુકી ખાંસી આવવી શરૂ થાય છે. તાવ આવે છે શરીરનું તાપમાન એકાએક વધી જાય છે. શ્વાસની સમસ્યા થાય છે. ફેફસામાં કફ થઈ જાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર કોરોનામાં ખુબજ વધારે તાવ આવે છે. નેશનલ હેલ્થ સેન્ટર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ કોરોનાના આ લક્ષણ હોવાનો દાવો કર્યો હતો. જેમાં શરીરમાં દુખાવો થવો, શરદી જેવી સમસ્યાઓ જણાવી છે. સંશોધન કર્તાઓએ આ રિસર્ચ ચીનના વૂહાન શહેર બહાર 50 વિસ્તારોમાં કર્યો હતો. હેલ્થ એક્સપર્ટસ અનુસાર આ સમયમાં 14 દિવસ માટે સેલ્ફ આઇસોલેટ રહેવાની સલાહ આપી છે.

કોરોના વાયરસના મળતા લક્ષણોમાં સામાન્ય શરદી, ફ્લૂ, ઇન્ફેક્શન કે ન્યુમોનિયા જેવા લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે ફ્લૂ ઇન્ફેક્શનમાં કેટલાક દિવસોની અંદર દર્દીઓને રિકવરી થવા લાગે છે. જ્યારે ન્યુમોનિયા કેટલાક અઠવાડિયા સુધી રહે છે. કોરોના વાયરસથી બચવા માટે સૌથી સરળ રસ્તો છે તમે થોડા થોડા સમયે સાબુથી પાણીથી હાથ ધોતા રહો. ચહેરા, નાક કે મોંઢા પર હાથ ન લગાવો અને ઓછામાં ઓછા લોકો સાથે સંપર્કમાં રહો.

આ વાતનું રાખો વિશેષ ધ્યાન

કોરોના વાયરસથી બચવા સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખો. કોઇ પણ વસ્તુને હાથ લગાવ્યા બાદ 20 સેકન્ડમાં હાથને સારી રીતે ધોઇ લો. કોરોના વાયરસથી પીડિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી દૂર રહો. શરદી-ખાંસીથી પીડિત વ્યક્તિથી 6 ફૂટનું અંતર રાખો. તમારા હાથને આંખ, મોં કે નાક પર વારંવાર ન લગાવો. સાબુ અને સેનિટરાઈઝથી સારી રીતે હાથ સાફ કરતા રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *