કોરોના સામે પ્રધાનમંત્રી મોદીએ શરૂ કરી એક અનોખી પહેલ, જે ઇલાઝ કરી બતાવશે તેને મળશે 1 લાખ રૂપિયા

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. કોરોનાને કારણે…

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. કોરોનાને કારણે ભારતમાં ત્રીજું મોત થતા ખળભળાટ મચી ગયો છે. દેશમાં આ વાયરસથી ત્રીજુ મૃત્યુ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના કસ્તુરબા હોસ્પિટલમાં મંગળવારે 64 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થઈ ચૂક્યું છે. અગાઉ પણ બે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.

કોરોના વાયરસ સામે લડવા માટે મોદી સરકાર એક પછી એક મહત્વના પગલા ભરી રહી છે. દેશમાં વિદેશીઓની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યા બાદ પાડોશી દેશોની સરહદો સીલ કરી દીધી હતી. તાજા આંકડા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી કોવિડ 19નાં 114 કેસ સામે આવ્યાં છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામે લડવા માટે દેશની જનતા પાસેથી સુઝાવ માંગ્યા છે. વડાપ્રધાને કહ્યું છે કે, તમારો આ પ્રયાસ અનેક રીતે મદદ કરી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સાંજે આ મામલે ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે- તમારો પ્રયાસ અનેક રીતે મદદરૂપ થઈ શકે છે. પ્રધાનમંત્રીએ આગળ #indiaFightscprona ઇન્ડિયા ફાઈટ્સ કોરોના હેશટેગનો ઉપયોગ કર્યો હતો. તેમણે લોકો પાસેથી @mygovindia પર પોતાના સુઝાવ મોકલવાની અપીલ કરી છે. પીએમ મોદીના ટ્વિટમાં સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટનું બેનર છે. જેની પર એક ચેલેન્જ અંગે જાણકારી આપવામાં આવી છે. જેનું નામ COVID-19 Solution Challenge છે. આ ચેલેન્જના વિજેતાને 1 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

પીએમ મોદીએ આ અગાઉ પણ સોમવારે સવારે ટ્વિટ કરીને કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે એકસાથે મળીને પ્રયાસ કરવાનું કહ્યું હતું. પીએમ મોદીએ વાયરસનો મુકાબલો કરનારા ડૉક્ટર, નર્સ, નગરપાલિકા કર્મીઓની પણ ઘણી જ પ્રસંસા કરી હતી. હેશટેગ ઈન્ડિયા ફાઈટ્સ કોરોનાથી સંબંધિત ટ્વીટમાં મોદીએ કહ્યુ કે, કોરોના વાયરસ સામે લડવા માટે ઉઠાવવામાં આવેલ પગલાને લોરો દ્વારા રેખાકિંત કરવાથી ડૉક્ટર્સ, નર્સો, નગરપાલિકાનાં કર્મીઓ, એરપોર્ટ કર્મચારીઓ અને અગ્રિમ મોરચા પર ડ્યુટી કરી રહેલા લોકોનુ મનોબળ વધે છે.

વિશ્વભરમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે. ભારતમાં પણ કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં કોરોનાના 114 થી વધુ લોકોને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે, જે આગામી દિવસોમાં વધવાની સંભાવના છે. સરકાર આ પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી કરી રહી છે. પરંતુ એક તરફ, સરકાર કોરોના વિશે જાગૃતિ લાવી રહી છે, ત્યારે વાયરસ અંગે વ્યાપક અફવાઓ પણ ફેલાઇ રહી છે. તેના ઉપાય માટે ભારત સરકારે હવે નવી વેબસાઇટ બનાવી છે. આ વેસબઆટ દ્વારા, તમે પણ અહીં એક ક્લિકે કોરોના વિશેની બધી માહિતી મેળવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *