આ રાજ્યસભા ચુંટણીમાં અવનવા ખેલ સામે આવી રહ્યા છે. કોણ ક્યારે ખેલ પલટી નાખે તેની કોઈને પણ આશા નથી. ફરી એકવાર આ રાજ્યસભાની ચુંટણીમાં નવો દાવ સામે આવ્યો છે. ચૂંટણીમાં જીત માટે સમાજએ સૌથી અગત્યનું પરિબળ છે. ગુજરાતમાં 27 ધારાસભ્યો ધરાવતા કોળી સમાજે એક થવાનો એક ઠરાવ કર્યો છે . જેના કારણે ભાજપને જીત માટે આંખે પાણી આવે તેવી સંભાવના છે. આ ઘટના શક્ય બને તેની સંભાવના ખુબ જ ઓછી છે છતાં પણ આ વાતોએ ભાજપની ઉંઘ ઉડાડી દીધી છે. હાલમાં ભરતસિંહ એ કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આ વિષય ભાજપ માટે ખુબ જ ચિંતાનો વિષય છે.
મળતી માહિતી અનુસાર, અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના સમાજના ધારાસભ્યોને ભરતસિંહ સોલંકીને જ મત આપવાનો ઠરાવ કરાયો છે. કુંવરજી બાવાળીયા આ સંગઠનના પ્રમુખ છે. કુંવરજી બાવળીયાને પણ ભરતસિંહ સોલંકીને મત આપવા સંગઠને જણાવ્યું છે. હાલમાં જ ઠરાવની એક કોપી તમામ ધારાસભ્યોને મોકલી અપાઈ છે. જો આ સમાજ એકત્ર થયો તો ભાજપ મુશ્કેલીમાં મૂકાઈ જશે. કુવરજી બાવળિયા પણ આ જ સમાજના દમ પર આજે મંત્રી છે. અખીલ ભારતીય કોળી સમાજના ગુજરાત એકમના પ્રમુખે ગુજરાતના તમામ 27 ધારાસભ્યોને ભરતસિંહને જીતાડી સમાજનું પ્રતિનિધિત્વ મજબૂત કરવા માટે અપીલ કરી છે.
આ છે 27 ધારાસભ્યોનું લીસ્ટ
ગઈકાલે જ ચંદ્રવદન પીઠાવાલાએ જણાવ્યું છે કે, તાજેતરમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં આપણા જ સમાજના મોભી ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી નોંધાવી હોવાથી અખિલ ભારતીય કોળી સમાજ એ સામાજિક સંગઠન હોવાથી સ્વાભાવિક પણે સમાજના જે આગેવાનો પ્રતિનિધિત્વ કરે તે તેના સમર્થનમાં હોય જ. આપણને પણ સમાજના આશીર્વાદથી રાજકીય પ્રતિનિધીત્વ પ્રાપ્ત થયું છે. અખિલ ભારતીય કોળી સમાજ વતી આપને ભરતસિંહ સોલંકીની તરફેણમાં મતદાન કરવા અનુરોધ કરી સમાજની રાજકીય તાકાતને મજબૂત બનાવવા માટે હાર્દિક અપીલ કરું છું. સમાજ એ જ આપણી ઓળખ છે અને સમાજના સંગઠનની તાકાત અને પ્રગતિ એ જ આપણું લક્ષ્ય છે. જેઓએ કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુવરજી બાવળિયાને પણ લેટર લખ્યો છે. બાવળિયા હાલમાં ભાજપ સરકારમાં મંત્રી છે. જો પાટીદારોની જેમ કોળી સમાજ પણ એક થયો તો ભાજપને મુશ્કેલીમાં મૂકી શકે છે. હાલમાં ભાજપ અને કોંગ્રેસમાં 27 ધારાસભ્યો કોળી સમાજના છે.
હાઈકમાન્ડ જાણે જ છે કે, ભરતસિંહ પાસેથી ટિકિટ પરત લેવાશે તો કોંગ્રેસ વધુ તૂટશે પણ હવે ભરતસિંહના કૌટુબિક ભાઈ અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને ભરત સિંહને જીતાડવાની જવાબદારી સોંપી કોંગ્રેસે એક કાંકરે ઘણા પક્ષીઓ માર્યા છે. હવે કોંગ્રેસ તૂટે તો ભરતસિંહને નુક્સાન જવાની સંભાવના હોવાથી ચાવડા અને ભરતસિંહ ધારાસભ્યોને સાચવવા માટે પૂરતી તૈયારી કરી રહ્યાં છે. ક્રોસ વોટિંગના ડરે શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા અને શૈલેષ પરમાર વિઘાનસભા પહોંચ્યા હતા. જ્યાં વિધાનસભા નાયબ સચિવ એ બી કરોવા સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ પાસે હજુ પણ નરહરિ અમિનનને ઘરભેગા કરી ભાજપની આબરૂની ધૂળધાણી કરવાની તક છે. ફક્ત તેઓએ સંગઠિત થઈને કામગીરી કરવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.