Bor Cultivation: દરેક ગામમાં ખેતી માટેની કોઈને કોઈ વિશેષતા હોઈ છે.ત્યારે મહેસાણાના લાંઘણજના ખેડૂતો બોરની ખેતી(Bor Cultivation) કરી સમુદ્ધ બન્યા છે. લાંઘણજ ગામના ખેડૂતો બાગાયતી ખેતીથી બમણી આવક મેળવી રહ્યા છે.લાંઘણજ બોરની ખેતી માટે ખૂબ જ જાણીતું થયું છે. આ ગામના ખેડૂતો વર્ષોથી બાગાયતી ખેતી કરી મબલખ આવક ઉભી કરી રહ્યા છે.તો બીજી તરફ જામનગર જિલ્લાના મોખાણા ગામમાં ખેડૂતો ફૂલની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરે છે.
ખાસ મહિલા વેપારીઓને સારી આવક થાય છે
લાંઘણજ, મેઉ તથા મુલસણ ગામની જમીનમાં એવી મીઠાશ છે કે, અહીં બોર, દાડમ, જામફળ, પપૈયાનો સ્વાદ જ કંઈક અનેરો છે. આ ગામના કે પછી મહેસાણા-ગોઝારીયા-ગાંધીનગર હાઇવે માર્ગ પરથી પસાર થતા લોકો અહીં પોતાનું વાહન ઉભું રાખીને આ સિઝનમાં બોર અવશ્ય ખરીદે છે. અહીંના બોરની મીઠાશને કારણે દૂર-દૂરથી લોકો ખરીદવા આવે છે. જેને લઈને ખેડૂતો ઉપરાંત સિઝનમાં ફળનો વેપાર કરતા નાના અને તેમા પણ ખાસ મહિલા વેપારીઓને સારી આવક થાય છે, અને પરિવારનું સારું ગુજરાન થઈ જાય છે.
બોરની સીઝન 2 મહિના ચાલે છે
લાંઘણજ ગામમાં હાલમાં નાનાબોર, મોટાબોર,ચમેલીબોર તથા પાકા બોર અલગ કરી તેના જુદા જુદા વકલ બનાવવામાં આવે છે. તે પ્રમાણે જુદા જુદા ભાવ મળતા હોય છે.એક છોડ પરથી બે થી ત્રણ મણ બોર ઉતરે છે. હાલમાં બજારભાવ અંદાજી 450 થી 500 રૂપિયા મળે છે.લાંઘણજના ખેડૂતો ગુજરાત સહિત પંજાબ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં બોર એક્સપોર્ટ કરે છે.એક વીઘામાંથી રૂપિયા 70 હજારનું ઉત્પાદન મળે છે. આ સીઝન બે મહિના ચાલે છે.
માવઠાના કારણે પાકને નુકશાન
માવઠાના લીધે ગત વર્ષ કરતા આ વર્ષે બોરના ભાવમાં ઘટાડો થયો છે. ગત વર્ષે ખેડૂતોને બોરના 700થી 800 રૂપિયા ભાવ મળ્યા હતા. પરંતુ આ વર્ષે 350 રૂપિયા ભાવ મળી રહ્યા છે. જો કે તેમ છતા અન્ય પાક કરતા બાગયતી ખેતીમાં ખેડૂતોને સારો નફો મળી રહ્યો છે. જેથી અન્ય ખેડૂતો પણ હવે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે.
આમ મહેસાણાના નાનકડા ગામનો આ ખેડૂતો હાલમાં બોરની ખેતી કરી લાખોની આવક મેળવી જાણે છે અને અન્ય ખેડૂતો ને બાગાયતી ખેતી તરફ વળવા ના મેસેજ સહીત એક સફળ ખેડૂત તરીકેનું ઉદાહરણ પૂરું પડી જાણે છે તેમ કહીએ તો નવાઈ નહિ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube