હાલમાં કોરોના મહામારીને કારણે ઘણા લોકો એવા છે કે, જેઓં લોકો બહારથી ઘરે આવીને પોતાના મોબાઈલને પણ ડિસઈન્ફેક્ટેડ કરવા માટે સેનેટાઈઝરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ફોનને તેનાથી નુકસાન પણ થઈ શકે છે.
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકોને વાંરવાર સાબુ હાથ ધોવા અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. લોકોમાં એવો ડર છે તેઓ પણ સંક્રમિત ન થઈ જાય. હાલમાં ઘણા લોકો એવા છે કે, જેઓ બહારથી આવીને પોતાના મોબાઈલને પણ સેનેટાઈઝરનો ઉપયોગ કરે છે.
પરંતુ તેનાથી નુકસાન પણ થાય છે.કેટલાક લોકો ફોનને સાફ કરવા માટે એન્ટી બેકટીરિયલ વેટ-વાઈપ્સનો પણ ઉપયોગ કરતા હોય છે, પરંતુ કેટલાક લોકો હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ પણ કરતા હોય છે. આલ્કોહલ યુક્ત સેનેટાઈઝર ફોન પર નાંખી તેને ઘસીને સાફ કરતા હોય છે.
પરંતુ શું તમે જાણો છો આમ કરવાથી તમારા ફોનને નુકસાન થઈ શકે છે. વધુ સેનેટાઈઝર ફોન પર નાખવાથી તમારા ફોનની સ્ક્રીન, હેડફોન અને સ્પીકર પણ ખરાબ થઈ શકે છે.કોરોના બાદ ફોન રિપેરિંગ સેન્ટર પર મોટા ભાગના એવા ફોન જ આવી રહ્યાં છે જેને સેનેટાઈઝરથી સાફ કરવામાં આવ્યા હોય.
ફોન રિપેરિંગ સેન્ટરના એક મેકેનિકે જણાવ્યું હતું કે, ઘણા લોકો મોબાઈલને એવી રીતે સેનેટાઈઝ કરી રહ્યાં છે કે, હેડફોન જેકમાં પણ સેનિટાઈઝર ઘૂસી જાય છે. અને તેને લીધે ફોનમાં શોર્ટ સર્કિટ થવાનો ખતરો પણ વધી ગયો છે.
ફોનને સેનેટાઈઝરથી સાફ કરવાથી તમારા ફોનનો રંગ પણ બદલાઈ શકે છે. આલ્કોહલયુકત સેનેટાઈઝર તમારા ફોનની ડિસ્પ્લે અને કેમેરાના લેન્સ પણ ખરાબ થઇ શકે છે. સેનીટાઈઝર નાખવાથી ફોનની ડિસ્પ્લેનો રંગ પણ પીળો પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle