તુલસીનો છોડ કેવળ છોડ નથી પરંતુ ઔષધિ છે. તેમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. હિંદુઓના ઘરમાં ઉગાડવામાં આવેલ તુલસી ના છોડ નીચે દીવો પ્રગટાવવામાં આવે છે.
દરરોજ સાંજે તુલસી નીચે દીવો પ્રગટાવવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીજી ઘરમાં નિવાસ કરે છે. શાસ્ત્રોમાં તુલસીને નીચે દીવો પ્રગટાવવાની કેટલીક વિધિઓ જણાવવામાં આવી છે.
તુલસી નીચે દીવો પ્રગટાવવા ના નિયમો
માનવામાં આવે છે કે જો દીવાને આસન લઈને તુલસી નીચે ન રાખવામાં આવે તો માતા લક્ષ્મી આસન ગ્રહણ નથી કરતા. સાથે જ ચોખાને લક્ષ્મીજીનું પ્રિય ધાન્ય માનવામાં આવે છે.
એટલા માટે જ કહેવામાં આવે છે કે પૂજા સમયે દીવાને ચોખાનું આસન આપવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો નિવાસ થાય છે. શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ પણ મળે છે કેતુલસીના છોડ નીચે ચોખાનું આસન લગાવી તેના ઉપર કે અથવા તેલનો દીવો પ્રગટાવવાથી ધનલાભ મળે છે.
સાથે દરિદ્રતાનો પણ વાસ નથી રહેતો. એટલા માટે બીપી તુલસી માતાની પૂજામાં દીવા નીચે ચોખા રાખવા જોઈએ. શાસ્ત્રોમાં ચોખાને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે અને દિવાને પૂર્ણતાનું.
હિન્દુ ધર્મમાં દીવાને દેવ રૂપ માનવામાં આવે છે. એટલા માટે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવા માટે પહેલા ચોખાનું આસન ધરવામાં આવે છે. દીવાની છે ચોખા ન રાખવા તેને અપશુકન માનવામાં આવે છે. જો દીવાની છે ચોખા ન રાખવામાં આવે તો તે પ્રગટાવેલો દીવો અપૂર્ણ ગણાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.