દરેક વ્યક્તિ જો ઈચ્છે તો તેના ઘરમાં સુલહ, શાંતિ અને સમૃદ્ધિ આવે જો કે આવું ઘણા ઓછા ઘરમાં સંભવિત હોય છે. દરેક ઘરમાં કોઈને કોઈ સમસ્યા હંમેશા વિદ્યમાન રહે છે. ક્યારેક શાંતિ રહે છે તો ધનની કમી થવા લાગે છે અને જ્યાં ધન હોય છે ત્યાં પારિવારિક સુખ નથી હોતું. ઘરમાં ઉત્પન્ન થવાવાળી પરેશાનીઓ ત્યાં ઉપસ્થિત નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિઓની દેન છે. આ સ્થિતિમાં ઘરમાં પોઝિટિવ એનર્જી ફેલાવવા માટે કેટલાક ખાસ ઉપાયો કરવા પડે છે. તે માટે એક ઉપાય છે ઘરમાં સત્યનારાયણ ની કથા કરાવી.
તમારામાંથી ઘણા લોકો સમય-સમય પર સત્યનારાયણ ભગવાનની કથા કરાવતા હશે. એવું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પણ વિસ્તાર થાય છે અને સુખ તેમજ ધન બંને બની રહે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સત્યનારાયણ ભગવાનની કથા દરમ્યાન તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું પડે છે. તમે એવું નથી કરતા તો તે બહુ મોટી ભૂલ સાબિત થઇ રહી છે.
ઘરને ગંદુ રાખવું : સત્યનારાયણ ની કથા કરાવવીએ પવિત્ર કામ હોય છે. આ કથાના માધ્યમથી તમે દેવી દેવતાઓ પોતાના ઘરમાં આવવાનું આમંત્રણ આપે છે.એવામાં એ જરૂરી છે કે તમે પોતાના ઘરમાં પૂરી રીતે સફાઇ કરો. ઘણા લોકો મેઈન જગ્યા પર સફાઇ કરે છે પરંતુ ખૂણામાં સફાઈ કરતાં નથી. તેનાથી ઘરમાં નેગેટિવ ઊર્જા વધે છે.
શાંતિ રાખવી : કથા દરમિયાન શાંત અને પોઝિટિવ માહોલ રાખવાની કોશિશ કરવી. ઘરમાં અવાજ અને ઝઘડા જેવી ચીજો ના કરો. સાથે વાતોનું ધ્યાન રાખો કોઈ પણ બાબતમાં કથામાં વિઘ્ન ના આવે.
પ્રસાદ માં કંજૂસાઈ કરવી : સત્યનારાયણ કથા માં ભરપૂર પ્રસાદની વ્યવસ્થા કરવી જોઈએ. કથા સાંભળવા વાળા આવેલા આ ઉપરાંત લોકોને પણ કંજૂસી થી નહીં પણ દિલ ખોલીને પ્રસાદ આપવો જોઈએ. હોઈ શકે તો તેમને ઘરના સદસ્યો ના માટે પણ એક્સ્ટ્રા પ્રસાદ દેવો.સાથે તમારા મહોલ્લામાં પણ આ પ્રસાદ નું વિતરણ કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.