જો તમે પણ મોઢાની દુર્ગંધ થી પરેશાન છો તો અપનાવો આ ઉપાય, બનશે તમારા માટે રામબાણ ઈલાજ

ઘણા લોકો મોઢામાંથી આવતી દુર્ગંધથી પરેશાન હોય છે તેના કારણે અનેકવાર તેવો શરમમા મુકાઈ છે. બજારમા આની માટે અનેક સારી કંપનીના માઉથ વોશ ઉપલબ્ધ છે.જેનો લોકો ઉપયોગ કરીને આ સમસ્યાનો રસ્તો કાઢે છે.જોકે,ઘણી એવી ઘરેલી વસ્તુઓ છે કે,જેનો ઉપયોગ કરીને મોઢાની દુર્ગંધ ને દુર કરી શકો છો. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, એવા નેચરલ માઉથ વોશ વિશે જે મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે રામબાણ ઈલાજ છે.

એક કપ પાણીમાં તજના તેલના 10 થી 15 ટીપા અને લવિંગના તેલના 10 થી 15 ટીપા નાખીને સારી રીતે મિક્સ કરો. આ બની જશે તમારું નેચરલ માઉથ વોશ.આ માઉથવોશ ન માત્ર દુર્ગંધ હટાવશે પણ આ માઉથવોશ સડી ગયેલા દાંતને પણ સારા કરશે.આ સાથે દાંતનો દુખાવો અને પેઢાની સમસ્યાથી છુટકારો મળશે.

અડધી ચમચી બ્રેકિંગ સોડા અને અડધો ગ્લાસ ગરમ પાણી લો.આ બંનેને બરાબર મિક્સ કરી લો.આ સોલ્યુશન થી પોતાના દાંતને સાફ કરો.જેનાથી પીએસ લેવલ મેન્ટન થશે અને મોઢાની દુર્ગંધ અને બેક્ટેરિયાની સમસ્યાથી છુટકારો મળશે.તમે એક કપ પાણીમાં બે ચમચી બ્રેકિંગ સોડા,8-9 ફુદીનાના પતા અને ટી ઑયલ ના બે ટીપાં નાખીને આ બધાને સારી રીતે મિક્સ કરી દો.

એપલ વિનેગર મોઢામાં આવતી દુર્ગધ ને દુર કરવા માટે ફાયદાકારક છે. આનાથી દાંતમાં કીટાણુંઓની સમસ્યા દૂર થાય છે અને દાંત મજબૂત અને ચમકદાર બને છે.ત્રણ ચમચી એપલ વિનેગર અને ગરમ પાણીને લો.તેને સારી રીતે મિક્સ કરી લો અને દિવસમાં ત્રણવાર આ માઉથવોશ થી કોગળા કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *