રાજકોટ(ગુજરાત): 7 જેટલા અજાણ્યા વ્યક્તિએ લીંબડી-રાજકોટ હાઇવે પર બંદુક, છરી જેવા હથિયાર વડે લુંટની ઘટના સામે આવી છે. લુંટ બાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં અંદાજે 5થી 6 ગાડીઓને લુંટવામાં આવી હતી. લુંટમાં અંદાજીત 1 લાખથી વધુ રૂપિયાની લૂંટ થઇ છે. આ બનાવ લીંબડીના છાલીયા તલાવ નજીકના હાઈવે પર બન્યો છે. હાઇવે પર જઈ રહેલા અંદાજે 5 થી 6 વાહનોને રોકી ડ્રાઈવર અને કલીનરને મારી રોકડ, સોના ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
રાત્રીના એક વાગ્યાથી ચાર વાગ્યાના સમયગાળામાં લીંબડી-રાજકોટ હાઇવે પર અંદાજીત 7 જેટલા અજાણ્યા શખ્સોએ બંદુક, છરી જેવા હથિયાર વડે લુંટ કરીને હાઇવે પરના આઇશર, ટ્રકો સહિતની ગાડીઓને પકડીને રીવોલ્વરથી લૂંટ કરી હતી. ત્યારબાદ લુંટ કરીને લુંટારાઓ ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. આ બાબતે વી.એન.ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ઘટના નોંધાતાની સાથે જ પોલીસે તપાસ હાથ ધરી હતી. અને પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.
લૂંટનો ભોગ બનનારા આઇશર ચાલક રવિ પરમારે જણાવ્યું હતું કે, વાંકાનેરથી ચીખલી તરફ અમે લોકો આઇશર લઇને જઇ રહ્યાં હતા ત્યારે જ લીંબડી મેલડી માતાના મંદિર નજીક અમે ઉભા રહ્યા હતા ત્યારે લૂંટારાઓ ગાડી ચાલક અને રવિને પકડીને લઇ ગયા હતા અને પછી અમને બંનેને બાંધીને લાકડીથી માર્યા હતા. રાત્રે એક વાગ્યે અમને પકડી ગયા હતા અને ત્રણ વાગ્યે છોડ્યા હતા. મારી પાસે રહેલા 12,000 રૂપિયા અને ગાડીમાં રહેલા 20,000 રૂપિયા મળીને કુલ 32,000 રૂપિયાની લૂંટ કરી હતી.
અન્ય ટ્રકના ક્લીનરે જણાવ્યું હતું કે, લીંબડીથી ગોંડલ અમે લોકો ગાડી લઇને જઇ રહ્યાં હતા ત્યારે લીંબડી નંદનવન હોટલ પાસે રસ્તામાં ઉભેલી 3-4 ગાડીઓમાંથી એક વ્યક્તિએ અમારી ગાડી પર પથ્થરનો ઘા કર્યો હતો. ત્યારે અમે ગાડી ઉભી રાખી હતી. ત્યારે તે લોકોએ તરત જ ગાડીના ડ્રાઇવરને પકડી લીધો હતો. એટલુ જ નહીં, મને 3 વ્યક્તિએ પકડીને માથા પર રીવોલ્વર રાખીને બાંધી દીધો હતો. અને મારી પાસેથી ચાંદીની લક્કી, 3 વીંટી અને સોનાની ચેન અને 7000 રૂપિયાની લૂંટ કરીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. રીવોલ્વર, તલવાર અને 2થી 3 જેટલા ચપ્પા અંદાજે સાતથી આઠ જેટલા લૂંટારૂઓ પાસે હતા. હાઇવે પર આ લૂંટારાઓએ અંધારામાં 5 થી 6 ગાડીઓ લૂંટીને ફરાર થઇ ગયા હતા. બધી જ લૂંટની ઘટના રાત્રે 1 થી 4ના સમયગાળામાં ઘટતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.