બહાર જતાં હોવ અને બાજુવાળાને ઘરની ચાવી આપતા પહેલા આ સમાચાર વાંચી લેજો….

Surat News: સુરતના વરાછા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેમના પાડોશમાં(Surat News) રહેતી અન્ય મહિલાને પોતે કામ અર્થે અમદાવાદ જવાની છે,તેવું જણાવ્યું હતું.જે બાદ તે મહિલા…

Surat News: સુરતના વરાછા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેમના પાડોશમાં(Surat News) રહેતી અન્ય મહિલાને પોતે કામ અર્થે અમદાવાદ જવાની છે,તેવું જણાવ્યું હતું.જે બાદ તે મહિલા અમદાવાદ જવા નીકળી અને તે મહિલાના ઘરમાં કોઈ હાજર નહોતું,ત્યારે તેની પાડોશમાં રહેતી મહિલાએ તે યુવતીના બંધ મકાનના તાળાનો લોક નકલી ચાવીથી ખોલી દાગીના સહીત કુલ 76000ની ચોરી કરી હતી.ત્યારે વરાછા પોલીસે મહિલા આરોપીને ઝડપી પાડી મુદામાલ કબ્જે કર્યો હતો.

પાડોશમાં રહેતી મહિલા મિત્રએ જ કરી ચોરી
વરાછા વિસ્તારમાં રહેતી મહિલાએ તેમના પાડોશમાં રહેતી તેમની મિત્ર પ્રીતિબહેન શૈલેષભાઇ વાવડીયા સાથે વાતચીત કરી હતી.તે દરમિયાન જણાવ્યું હતું કે,તેમને પ્રસંગ અર્થે અમદાવાદ જવાનું છે,ત્યારે આરોપી મહિલાએ તે વાતને ધ્યાને રાખી હતી.જે બાદ ફરિયાદી અમદાવાદ ગયા તે દરમિયાન આરોપી પ્રીતિએ ચોરી કરવાના ઇરાદે તાળાની નકલી ચાવી બનાવી અને તાળાનો લોક ખોલ્યો હતો.

પેટી પલંગમાં રહેલા રૂપિયા અને ઘરેણાંની ચોરી કરી
બપોરના સમયે લોક ખોલ્યા બાદ મહિલાના પેટી પલંગમાં રાખેલા સોનાના દાગીના કે જેમાં સોનાની ચેઇન,તથા પેન્ડલ અને રોકડ રૂપિયા 40,000 મળી આવ્યા હતા.ત્યારે આરોપીએ 76000ની ચોરી કરી હતી.બાદમાં અમદાવાદથી ફરિયાદી મહિલા ઘરે આવ્યા તે દરમિયાન તેમના ઘરેણાં અને રોકડા રૂપિયા ગાયબ હતા,આ દરમિયાન તેમણે વરાછા પોલીસને જાણ કરી હતી.તો વરાછા પોલીસે અલગ અલગ ટિમ બનાવી તપાસ હાથ ધરી હતી.

આરોપીની ગણતરીના કલાકમાં ધરપકડ
વરાછા પોલીસની તપાસ દરમિયાન તેમને તેના પાડોશમાં રહેતી પ્રિતીની કડકાઈથી પૂછપરછ કરતા તે મહિલાએ પોતે બપોરના સમય દરમિયાન ચોરી કરવાનું સ્વીકાર્યું હતું.તેમજ પોતે તેના બચાવમાં જણાવ્યું હતું કે,તેનો દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે અને તેની ફી ભરવા માટે તેના દાગીના ગીરવી મૂક્યા છે.નાણાની જરૂર હોવાથી અને તે દાગીનાને છોડાવવા માટે આ મહિલાએ આ પગલું ભર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું.જે બાદ મહિલાએ પોતાનો ગુનો કબુલ્યો હતો.ત્યારે વરાછા પોલીસે આ મહિલા આરોપીને પકડી પાડી તેમની પાસે 76000નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.