સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે છેલ્લા એક વર્ષથી હાહાકાર મચી ગયો છે. એક વર્ષની અંદર વિશ્વનાં લાખો લોકોનો જીવ કોરોનાને લીધે ગુમાવવો પડ્યો છે. સમગ્ર વિશ્વનાં તમામ લોકો કોરોનાથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે બ્રિટનમાં કુલ 2,500 લોકો એવા છે કે, જેઓ સામે ચાલીને કોરોનાનો ચેપ લગાડશે એટલે કે, આ તમામ લોકોને કોરોના પોઝિટવ બનાવવામાં આવશે. જેની માટે તેમને કુલ 4-4 લાખ રુપિયા પણ આપવામાં આવશે.
ટ્રાયલની અંદર અંદાજે 2,500 બ્રિટનના લોકો ભાગ લેશે :
આવતા મહિને લંડનમાં એક હ્યુમન ચેલેન્જ ટ્રાયલ થવા માટે જઇ રહી છે. લંડનના રોયલ ફ્રી હોસ્પિટલમાં થવા જઇ રહેલ આ ટ્રાયલની અંદર અંદાજે 2,500 બ્રિટનના લોકો ભાગ લેશે. આ લોકોને કોરોના પોઝિટિવ બનાવ્યા પછી તેમની પર વેક્સિનની ટ્રાયલ કરવામાં આવશે.
ત્યારપછી જે પરિણામ આવે તેનું અવલોકન કરવામાં આવશે. જેને લીધે જાણી શકાય છે કે, આ વેક્સિન કામ કરે છે કે નહીં. આની પહેલા પણ મેલેરિયા, ટાયફોડ તથા ફ્લુ જેવી બિમારીઓ માટે આવાં પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જે હાલમાં ફરી એકવાર અપનાવવામાં આવી રહ્યો છે.
આ પ્રયોગ માટે વ્યક્તિને 4 લાખ રુપિયા આપવામાં આવશે :
આવી ટ્રાયલ એટલા માટે કરવામાં આવી રહી છે. કારણ કે, તેનાથી કોરોના વેક્સિનના કામમાં ઝડપ થશે. જે લોકો આ પ્રયોગમાં ભાગ લેશે તેમની ઉંમર 18થી 30 વર્ષની વચ્ચે હશે. આ ઉંમરના લોકોમાં કોરોનાને લીધે મોત થવાનું જોખમ ખુબ ઓછુ છે. 3 સપ્તાહ સુધી ચાલતા આ પ્રયોગ માટે તમામ વ્યક્તિને કુલ 4 લાખ રુપિયા આપવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના પ્રયોગની શરુઆત 18મી સદીની અંદર એડવર્ડ જેનર નામના વિજ્ઞાનીએ કરી હતી. તેમણે બગીચામાં કામ કરી રહેલ પોતાના દીકરાને વાયરસનો ચેપ લગાવ્યો હતો, જેને કારણે તેઓ પોતે બનાવેલી રસીનો તેના ઉપર પ્રયોગ કરી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle