ઊંઘ ન આવતી હોય તો 5 એક્યુપ્રેશર પોઇન્ટ્સ દબાવો અને અનિદ્રાની સમસ્યા દૂર કરો, મનને શાંતિ મળશે

2010માં ઇન્ટરનેશનલ જર્નલ ઓફ નર્સિંગ સ્ટડીઝમાં પ્રકાશિત એક સંશોધન અનુસાર, અનિદ્રાથી પીડિત દર્દીઓની સ્થિતિ ખાલી 5 સપ્તાહની એક્યુપ્રેશર સારવાર બાદ સુધરતી જોવા મળી હતી. આ રિસર્ચ 25 જેટલાં દર્દીઓ ઉપર કરવામાં આવ્યું હતું. આવું જ એક બીજું રિસર્ચ 2011માં કરવામાં આવ્યું હતું. મેનોપોઝ જનર્નલમાં પબ્લિશ થયેલાં રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે, મેનોપોઝ બાદની સ્થિતિવાળી 45 જેટલી મહિલાઓમાં જેને ઊંઘ ન આવવાની ફરિયાદ હતી, તેમને એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ આપ્યા પછી ઊંઘમાં સુધારો જોવા મળ્યો.

1. સ્પિરિટ ગેટ

આ પોઇન્ટ હાથની નાની આંગળીની લાઇનમાં કાંડાની સામેની બાજુ હોય છે. નાના બોલની કલ્પના કરતા તે જગ્યા ઉપર હળવા હાથે ઉપરથી નીચે સુધી તથા ગોળાકાર દબાણ નાખો. 2 થી 3 મિનિટ સુધી આ ક્રિયા કરો. અમુક સેકંડ માટે આ પોઇન્ટ દબાવીને રાખો. પછી બીજા હાથમાં પણ આ રીતે જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.

2. થ્રી યીન ઇન્ટરસેક્શન

થ્રી યીન ઇન્ટરસેક્શન પોઇન્ટ પગમાં અંદરની તરફ એન્કલની થોડી ઉપર આવેલો હોય છે. એન્કલથી 4 આંગળીની ઉપર એક મોટું વર્તુળ બનાવો. પછી તેનાં ઉપર થોડું પ્રેશર આપો. ચાર થી પાંચ સેકંડ માટે તેને ઉપરથી નીચે સુધી ગોળાકાર રૂપે પ્રેશર આપો. સગર્ભા સ્ત્રીઓએ આ પોઇન્ટ ન દબાવવો જોઈએ.

3. બબ્લિંગ સ્પ્રિંગ

આ પોઇન્ટ આપણા પગનાં તળિયામાં હોય છે. પગનાં અંગુઠાને અંદરની બાજુ વાળવાથી તળિયામાં બનતા ખાડાનાં આકાર પાસે આ પોઇન્ટ આવેલો હોય છે. તમારી પીઠનાં આધારે સૂઈ જાઓ. અને ઘૂંટણને વાળી દો. અંગૂઠો તેમજ આંગળીઓ વાળો. ત્યાર પછી ખાડાવાળી જગ્યાએ અમુક મિનિટો માટે ગોળાકાર કે ઉપર થી નીચેની બાજુ દબાણ લાવો.

4. ઇનર ફ્રંટિયર ગેટ

આ પોઇન્ટ કાંડાની પાસે અંદરની બાજુ બન્ને મુખ્ય રેખાઓની વચ્ચે હોય છે. હાથને સીધા કરો, તેમાં હથેળી ઉપરની તરફ હોવી જોઇએ. કાંડા નીચે 3 આંગળીઓની આજુબાજુ બે નસ વચ્ચેનો પોઇન્ટ સેટ કરો. એ પછી આ પોઇન્ટ ઉપર ગોળાકાર કે ઉપર તેમજ નીચેની બાજુ પ્રેશર આપો.

5. વિંડપૂલ

વિંડપૂલ પોઇન્ટ્સ ગળાની પાછળ તેનાં સ્નાયુનઓને ખોપરી સાથે જોડતા સ્ટ્રક્ચર ઉપર આવેલા હોય છે. હાથની આંગળીઓને વાળીને અંગૂઠાને બહારની બાજુ કાઢી કપ શેપ બનાવી લ્યો. ત્યાર બાદ અંગૂઠા દ્વારા ચિહ્નિત કરેલાં પોઇન્ટ્સ ઉપર ગોળાકાર કે ઉપરથી-નીચેની બાજુ ચાર થી પાંચ સેકંડ માટે પ્રેશર આપો. તેનાથી તમને સારી ઊંઘ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *