દહેજ (dowry): દહેજની કુપ્રથાએ આજે તમામ હદ વટાવી દીધી છે. દહેજની કુપ્રથાના કારણે લોકો લોન છે તો કોઈ લોકો વ્યાજે પૈસા પણ લે છે. તેમ છતાં ઘણી એવી દીકરીઓ છે જેણે દહેજને કારણે પોતાનું જીવન ગુમાવ્યુ છે. એવું નથી કે ખાલી છોકરીવાળા જ દહેજ આપે છે. ઘણી એવી જગ્યા છે જ્યાં છોકરાવાળા પણ દહેજ આપે છે. હાલ આવી જ એક ઘટન હૈદરાબાદ માંથી સામે આવી છે.
હૈદરાબાદમાં એક યુવતીના લગ્ન બસ ડ્રાઈવર સાથે નક્કી કરવામાં આવ્યા હતા. લગ્નની સાથે-સાથે દાન અને દહેજની રકમ પણ નક્કી કરી હતી. લગ્નનું આમંત્રણ તમામ સંબંધીઓને આપી દેવામાં આવ્યું હતું, કેટલાક સંબંધીઓ તો લગ્ન માટે આવી પણ ગયા હતા. દીકરીના પિતા જાનને આવકારવાની તડામાર તૈયારીઓમાં હતા. પિતા ખાવા-પીવાની વ્યવસ્થા જોઈ રહ્યા હતા.
લગ્નની છેલ્લી ઘડીએ બસ ડ્રાઈવર અને તેમન પરિવારજનોએ લગ્ન માટે જાન લઈને આવાની સાફ-સાફ ના પડી દીધી હતી. લગ્ન માટે ના પડવાનું કારણ કાતર એટલુજ હતું કે, દહેજમાં મળેલું ફર્નિચર તેમને પસંદ ન હતું. સાથે સાથે છોકરી વાળા પર એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે, દહેજમાં જૂનું ફર્નિચર આપવામાં આવી રહ્યું છે.
દીકરીના લગ્ન તૂટી જવાથી પરિવારમાં ખુબજ દુઃખનો માહોલ હતો. દીકરીના લગ્ન તૂટી જતા પિતાએ પોલીસ પાસેથી મદદ માગી હતી. ત્યાર બાદ આરોપી વરરાજા અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. હાલ પોલીસે કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
આપણા દેશમાં છોકરાઓને ફર્નિચર પસંદ ન આવથી લગ્ન તોડી રહ્યા છે. તો બીજીતરફ ચીનમાં છોકરાઓ લગ્ન માટે છોકરી વાળા માંગે તેટલી રકમ આપવા માટે ત્યાર છે. ચીનના ગ્રામીણ વિસ્તારોમાં વરરાજાના પરિવાર પાસેથી ખુબજ દહેજ ઉઘરાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાથી ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી ચિંતામાં પડી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.