સાબુના બિઝનેસની અમે હાલમાં વાત કરી રહ્યા છીએ.સાબુ ની હંમેશા ડિમાન્ડ રહી છે. સાબુ નો બિઝનેસ એક એવો બિઝનેસ છે જેને માત્ર ચાર લાખ રૂપિયામાં શરૂ કરી શકાય છે. આમાં તમને સરકાર તરફથી 80 ટકા લોન મળી શકે છે. સાબુ બનાવવાની ફેક્ટરી લગાવવામાં 4 લાખનો ખર્ચ આવે છે. ચાલો તમને જણાવી કે કેવી રીતે શરૂ થાય છે આ બીઝનેસ.
આ યુનિટ ને લગાવવા માટે તમને ફૂલ 750 સ્કેવર ફૂટ એરિયા ની જરૂર પડશે.એમાં 500 સ્કેવર ફીટ કવર્ડ અને બાકીના અનકવર્ડ હશે. એમાં મશીનો સહિત કુલ 8 ઇકિવપમેન્ટ લાગશે. મશીનો અને એને લગાવવાનો ખર્ચ એક લાખ રૂપિયા થશે. સાત મહિનામાં તમે સાબુ બનાવવાના બિઝનેસની બધી પ્રોસેસ પૂરી કરીને પ્રોડક્શન શરૂ કરી શકો છો. એક રિપોર્ટ અનુસાર વર્ષમાં આશરે ચાર લાખ કિલો નું પ્રોડક્શન કરી શકશો જેની ફૂલ વેલ્યુ આશરે 47 લાખ હશે.ખર્ચ અને અન્ય લેણા બાદ કરતાં તમને 6 લાખ રૂપિયાનો વાર્ષિક પ્રોફિટ થશે.
આ બિઝનેસ માટે તમને 80 ટકા સુધીની લોન પણ મળી શકે છે.લોન ના આ કામમાં મોદી સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના તમારી મોટી મદદ કરી શકે છે. મુન્દ્રા યોજના હેઠળ તમે માત્ર લોન નહીં પરંતુ બિઝનેસ નો મોટો પ્રોજેક્ટ પણ તૈયાર કરી શકો છો.
આ પુરા સેટઅપને લગાવવામાં તમારે કુલ 153000 રૂપિયાનો ખર્ચ લાગશે જેમાં મશીનરી 3 મહિના નો વર્કિંગ કેપિટલ સામેલ છે. એમાંથી માત્ર 382000 રૂપિયા ખર્ચ કરવા પડશે કારણ કે બાકીના પૈસા તમને બેંક થી લોન તરીકે મળી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.