જો તમે ખુબ જ થાક અનુભવો છો તો અજમાવો આ ઉપાય, પળભરમાં જ દૂર થઇ જશે થાક

શું તમને પણ આ કોરોનાકાળમાં ખુબ જ થાક લાગે છે? શરીરના થાકને લોકો ગંભીર રીતે લેતા નથી જેમને કારણે હમેંશા મુંજાયેલા અને હતાશ રહે છે અને જો લાંબા સમયગાળા સુધી આવીને આવી પરિસ્થિતિ રહે તો સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળે છે. તમે તમારા જીવનમાં થોડો ફેરફાર કરીને થાક અને ત્રાસમાંથી મુક્તિ મેળવી ચકો છો.

થાક બહુ અનુભવાય છે તો કરો લાઇફસ્ટાઇલ ચેન્જ અને રોજ કેટલીક આદતોને અપનાવો:

સ્નાન કરવું:
જો તમને ખુબ જ થાક લાગે છે તો તમે તેને દુર કરવા માટે સ્નાન કરવાનો ઉપાય પણ અજમાવી શકો છો. સ્નાન કરવાને કારણે શરીરની બહાર ત્વચા પર આવેલા રોમછીદ્ર સાફ થઇ જાય છે જેને લીધે શરીરને સ્ફૂર્તિ મળે છે અને ત્યાર પછી ખુબ જ સારી ઊંઘ આવે છે. જેને લીધે થાકમાં રાહત મળે છે.શરીરમાં પાણીની અછત હોય તો ડિહાઇડ્રેશનની સમસ્યા થાય છે. ડાયટમાં ફળનો ઉમેરો કરો જેથી તમારા શરીરમાં વિટામિન્સની કમી ન જોવા મળે.

સુતા પહેલા ચા-કોફી ન પીવો:
જો તમે વધારે પ્રમાણમાં ચા કે કોફી પીવો છો તેમને વહેલી તકે છોડી દો, કારણ કે ચા કે કોફીનું સેવન કરવાથી ઊંઘ સમયસર આવતી નથી. જેની તમારા સ્વાસ્થ્ય પર ખુબ ખરાબ અસર પડે છે.

દરરોજ એક વાર બહાર લટાર મારો:
દરરોજ એક વાર બહાર લટાર મારવી તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી બાબત છે. જમ્યા પહેલા ઓછામાં ઓછી ૩૦ મિનીટ તમારે ચાલવું જોઈએ. જેને લીધે શરીરનો થાક ઓછો થાય છે અને શરીરને સ્ફૂર્તિ અને શક્તિ મળે છે.

દારૂથી દુર રહો:
જો તમે ઈચ્છો છો કે તમને સરસ ઊંઘ આવે તો તમારે સાંજના કે રાત્રીના સમયે દારૂ ન પીવો જોઈએ. તમે જો દારૂ રેગ્યુલર પીવો છો તો ખાસ ધ્યાન રાખો કે એક કે બે ગ્લાસથી વધારે દારૂ ન પીઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *