શું તમે પણ વધેલો લોટ ફ્રીજમાં મુકો છો ? તો જાણો આમ કરવાથી શું થઇ શકે છે ?

ઘણીવાર સ્ત્રીઓ સમય બચાવવા માટે સવાર અને સાંજ માટે એક જ વાર લોટ બાંધી દે છે. સવારે એ કણેકનો ઉપયોગ કરી લીધા બાદ બચેલા બાંધેલા લોટને ફ્રીજમાં મૂકી દે છે. પરંતુ તમારી આ ટેવ તમારા અને પરિવારનાં સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

વૈજ્ઞાનિક તથ્ય

જો નિષ્ણાતોનું માનીએ તો લોટ બાંધ્યા બાદ થોડા સમયમાં જ તેનો ઉપયોગ કરી લેવો જોઇએ. કારણ કે, લોટમાં પાણી મિક્સ થવાથી અનેક રાસાયણિક ફેરફારો થાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. લોટ બાંધીને તેને ફ્રીજમાં મૂકવાથી તેમાં ફ્રીજનાં હાનિકારક કિરણો પ્રવેશે છે અને તે લોટને ખરાબ કરી દે છે. તેમાં રહેલા પોષકત્ત્વોનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે. એવામાં જ્યારે ફ્રીજમાં રાખેલી કણેકની રોટલી બનાવીને ખાવામાં આવે તો શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગડે છે.

આયુર્વેદિક તથ્ય

આ વિશે આયુર્વેદમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કણેક બાંધીને ફ્રીજમાં ક્યારેય ન મૂકવી જોઇએ. વાસી લોટની રોટલીનો સ્વાદ ખરાબ આવે છે. વાસી લોટની રોટલી ખાવાથી ગેસની સમસ્યા પણ થાય છે.
આ ઉપરાંત અગાઉથી લોટ બાંધી રાખવાથી તેમાં વાસ આવી જાય અથવા તો ફુગાઈ જાય છે. ઠંડકના કારણે બેક્ટેરિયા પણ વધે છે અને તેનો સ્વાદ પણ બગડી જાય છે. તેથી હંમેશાં તાજું ખાવ અને હેલ્ધી રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *