પતિના કહેવા છતાં ભાજપને વોટ ના આપવાની ભૂલ પત્નીને ભારે પડી, જાણો વધુ.

Published on: 9:24 am, Tue, 21 May 19

ચૂંટણી સમયે હંમેશા એવું જોવા મળ્યું છે કે બે પાર્ટીના લોકો હંમેશા પોતપોતાના દાવાઓ અંગે લડતા રહે છે. પરંતુ લોકસભા ચૂંટણી દરમિયાન ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લાથી ખબર આવી રહી છે કે વોટ કર્યા પછી વિવાદ એટલો બધો વધી ગયો કે પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખી. ગાઝીપુરમાં એક પતિએ પોતાની પત્નીની એટલા માટે હત્યા કરી નાખી કે તેને બસપાને બદલે ભાજપને વોટ આપ્યો હતો.

પોલીસ અનુસાર રામબચન અને તેની પત્ની વચ્ચે વોટ કરવા અંગે વિવાદ થયો હતો. પતિ બસપાને વોટ આપવાની વાત કહી રહ્યો હતો જયારે પત્ની નીલમ ભાજપને વોટ આપવાનું કહી રહી હતી. તેના માટે સોમવારે સવારે બંને વિવાદ વિવાદ થયો. બંને વચ્ચે વિવાદ એટલો બધો વધી ગયો કે પતિએ પાવડાથી પત્નીની હત્યા કરી નાખી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર હત્યા કાર્ય પછી રામબચન ઘણા સમય સુધી લાશ પાસે ઉભો રહ્યો અને લોકોની ભીડ વધતા તે ત્યાંથી ચાલ્યો ગયો. જયારે આ હત્યાની ખબર પત્નીના પિયર પક્ષને આપવામાં આવી ત્યારે તેમને દહેજ હત્યાનો આરોપ લગાવ્યો. પિયર પક્ષે તેના વિરોધમાં રસ્તો જામ કરવાનો પ્રત્યન પણ કર્યો, પરંતુ પોલીસના દખલ પછી તેઓ શાંત થયા.

પત્નીના માતાની ફરિયાદ પર પતિ, સાસુ અને સસુર પર દહેજ હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસે પતિની ધરપકડ પણ કરી છે. નીલમના લગ્ન વર્ષ 2014 દરમિયાન રામબચન સાથે થયા હતા. લગ્ન પછી બંનેને એક દીકરો અને દીકરી પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.