ઓછી જમીનમાં વધુ કમાણી કરવી હોય તો આ રીતે કરી ખેતી, રૂપિયાનો થશે વરસાદ

Farming idea: ખેત ઉત્પાદન ક્ષેત્રે ભારતે હરણફાળ ભરી છે. વધુ ઉત્પાદન આપતી જાતો ખેડૂતો વાવતા થયા છે.ત્યારે ખાસ કરીને ખેડૂતો દ્વારા હાલમાં મગફળી, ડુંગળી અને કપાસના પાકનું વાવેતર કરી રહ્યા છે.તેમજ ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાનાં પ્રયાસ કરે છે.ત્યારે ભાવનગર જિલ્લાનાં પાલીતાણા નજીક આવેલા ખાખરીયા ગામમાં ખેડૂત જુદા જુદા પાકનું વાવેતર કરે છે. એવા પાકનું વાવેતર(Farming idea) કરે છે જે માત્ર 100થી 120 દિવસમાં તૈયાર થઇ જાય છે અને સારું ઉત્પાદન મેળવે છે.

100થી 120 દિવસના પાકમાં સારી કમાણી પ્રાપ્ત કરી શકાય
ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક આવેલ ખાખરીયા ગામના એક ખેડૂતર છેલ્લા 18 વર્ષથી ખેતી કરી રહ્યા છે. પરંતુ પાંચ વર્ષથી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. 10 થી 12 વિઘા જમીનમાં અળશી, ઘઉં, કોથમીર, લસણ, ડુંગળી સહિત 15 જેટલા પાકોનું વાવેતર કર્યું છે.કારણકે, આ તમામ પ્રકારના પાકો માત્ર અને માત્ર 100 થી 120 દિવસના છે. આ સમયગાળામાં સારી કમાણી કરી શકાય છે. અંદાજિત પાંચથી સાડા પાંચ લાખ રૂપિયાની કમાણી થાય છે.

ખેતરના શેઢા-પાળાની જમીનમાંથી ઉપજ
મોટા ભાગના ખેડૂતોની શેઢા-પાળા પરની જમીન ખોટી રીતે વેડફાઈ જતી હોય છે અને સતત પડતર રહેવાને કારણે બિન ઉપયોગી ઘાંસ ઉગી જતું હોય છે,ત્યારે શેઢા-પાળાની વધારાની જગ્યામાંથી પણ ખેડૂતો ઉપજ મેળવી શકે છે અને ખેતરના રક્ષણ માટે વાડ પણ બનાવી શકે છે, આ માટે ખેડૂતો સાગ,સરઘવો, જામફળી, નાળયેરી, ચીકુડી, સિતાફળી સહિતના કોઈપણ ફળોના વૃક્ષ વાવી શકે છે. શેઢા પર ઝાડ વાવવાથી પાકને પવનથી પણ બચાવે છે. સાથે જ આ ઝાડ આસપાસ શાકભાજી તુરિયા, કારેલા, દૂધી વગેરે વાવવાથી તેના વેલા શેઢાની વાડ પર ચઢી જાય છે અને તેમાંથી ઉત્પાદન મેળવી શકાય છે. જે ખેડૂતો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તે વાઢિયું ઘાંસ ઉગાડી પશુ આહાર મેળવી શકે છે આમ, ખેડૂતો ખેતરની વધારાની જગ્યાને પણ આવકનું સ્ત્રોત બનાવી શકે છે.

અળસીની ખેતી
આ ખેતીમાં વધારે પાણીની જરૂર પડતી નથી. જો ખેડૂતો અળસીના પાકને માત્ર એક જ વાર પિયત કરે અને વધુ એક વખત વરસાદ પડે તો આ પાકમાં પાણીની જરૂરિયાત પૂરી થઈ જાય છે. આ પાક ઉગાડ્યા બાદ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ નફો મળે છે.અળસીના પાકમાં નીંદણની જરૂર પડતી નથી, અને નીંદણ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં વધે છે, કારણ કે તે પહેલા ઘઉંના પાકમાં નીંદણના નિયંત્રણ માટે દવાનો ઉપયોગ કરવામાં આવતો હતો. દવાનો ઉપયોગ અળસીની ખેતી માટે થાય છે. જ્યારે છોડ મોટો થાય છે, ત્યારે તેને યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે અને પછી એકવાર સિંચાઈ કરવામાં આવે છે.આ અળસીનો પાક માત્ર 95 દિવસમાં પાકી જાય છે. તેમજ એક વીઘા જમીનમાંથી 4 ક્વિન્ટલ સુધીનું ઉત્પાદન મેળવી શકાય છે. આ સિવાય પ્રતિ ક્વિન્ટલ અળસીની કિંમત 4000-6000 રૂપિયાની આસપાસ છે. આ પાક ખેડૂતોને ઓછા ખર્ચે સારો નફો આપે છે. ખેડૂતો આ ખેતીને વ્યવસાય તરીકે પણ કરી શકે છે.

આ ખેડૂતએ જણાવ્યું હતું કે,અળસીનું વાવેતર અડધા વિઘામાં કરું છું.આ અળસીનું વેચાણ સુરતમાં કરવામાં આવે છે. પ્રતિ એક કિલોના 200 થી 250 રૂપિયા જેટલા ભાવ મળી રહ્યા છે.ખેડૂતે ઘઉંનું અડધા વીઘામાં વાવેતર કર્યું છે. આ ઘઉંમાં પોક બનાવીને 60 થી 70 હજાર રૂપિયા જેટલું કમાણી કરી રહ્યા છે. ઘઉંનો પોકનું સુરતમાં વેચાણ કરે છે. પ્રતિ એક કિલોના 300 રૂપિયાની કમાણી થાય છે. મારી પોતાની 10 વિઘા જમીનમાં જુદા જુદા પ્રકારનું વાવેતર કરું છું. આ વર્ષે મારી જમીનમાં જાર, ધાણા, ચણા, મેથી, જીરું, જવ, મગ, અડદ, મકાઈ, ગાજર, બીટ, લસણ, રાય,ડું ગળી, સહિત 15 જેટલા પાકોનું વાવેતર કર્યું છે.

ખેતરના કચરામાંથી જ બનશે ખાતર
ખેડૂતોએ ખેતરમા જે કોઈ પાકનું વાવેતર કર્યું હોય તેમાંથી વધારાનો કચરો તો નીકળતો જ હોય છે. જેમાં ઘઉંમાંથી કુંવરનું ભુસુ, એરંડાની ફોતરી, મગ-અડદ-તુવેરની ફોતરી, કપાસના પાંદાડાંઓનો ભુક્કો,માંડવીના બિયા કાઢતા તેમાંથી નિકળતી ફોતરી સહિત તમામ પાકમાંથી આવો વધારાનો કચરો મળે છે આ કચરાને ખેડૂતો ફેંકી દેતા હોય છે, પરંતુ આ કચરાને ખેતરમાં પાથરી ખેડ કરી નાખી તેના પર વરસાદ થતા તે સડી જાય અને તેનું ખાતર બની જાય છે. સાથે જ પાકમાં જીવામૃત અને ગોળ નાખેલ ખાતર પડવાથી તેમાં અળસિયાનું પ્રમાણ ખૂબ રહે છે,જે ખેતી માટે ઉત્તમ છે તેમજ કીડી અને મકોડાઓ પ્રમાણ પણ પાકમાં રહે છે, જેથી વધારાની જીવાતને તે ખાય જતા હોવાથી દવા પાછળનો ખર્ચ પણ બચી જાય છે. આમ, ખેડૂતો ખેતરમાંથી નિકળતા કચરાનો પણ યોગ્ય ઉપયોગ કરી શકે છે.