હાલમાં ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરમાં પોલીસ દ્વારા ગુરુવારે સાંજે રેડ પાડવામાં આવી હતી. જેમાં 5 યુવતીઓ સહિત 13ને પકડી પાડ્યા હતા. ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરમાંથી પોલીસે 43 મોબાઇલ, 6 કોમ્પ્યુટર, 1 લેપટોપ, રોકડ 22,270 સહીત 2.94 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.
કોલ સેન્ટર ચલાવનાર સૂત્રધાર વિવેક રાજપૂત અને એપ બનાવી આપનાર સુરજ મિશ્રાને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. કોલ સેન્ટરનું કામ છેલ્લા 3 મહિનાથી ભાડેની દુકાનમાં ચાલતું હતું. લોકોને ઓનલાઇન જોબ વર્ક આપવાની લાલચ આપવામાં આવી હતી. માંડ માંડ રોજગારી મળતી હોય એવું સમજી બહારના રાજ્યના લોકો ઠગ ટોળકીની વાતમાં આવી ગયા હતા. જોબવર્કમાં અઠવાડિયામાં 800 ફોર્મ ભરીને આપવાના હોય છે.
આ ફોર્મમાં એટલી બધી ડિટેઇલ્સો ભરવાની હોય છે કે, તેઓ અઠવાડિયામાં ભરી શકતા નથી. જેના કારણે તેઓ સામેથી પેનલ્ટી વસુલ કરતા હતા. કોઈ ન આપે તો તેને કાયદાકીય કાર્યવાહીનું બહાનું આપીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા. ગેરકાયદેસર કોલ સેન્ટરમાં 5 યુવતીઓ સહિત 15 કર્મચારીને મહિનાનો 9 હજારનો પગાર ચુકવવામાં આવતો હતો.
ગ્રાહકોને કોલ કરી જોબવર્ક માટે લોભામણી સ્કીમો આપી ઓનલાઇન પેટીએમ કે ફોન પે દ્વારા પૈસા પડાવતા હતા. આ ટોળકીમાં મોટેભાગના લોકો ગુજરાત બહારના છે. આગામી દિવસોમાં ગેરકાયદેસર કોલ સેન્ટરના સૂત્રધારો સામે ઠગાઈનો પણ ગુનો નોંધાય તેવી શક્યતા છે. આ અંગે વધુ નામો ખુલે તે શક્યતાને નકારી શકાય નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle