આજે લોન્ચ થશે દેશનું પહેલું CNG ટ્રેક્ટર, ખેડૂતોની આવક વધારશે અને લાખો રૂપિયા બચાવશે- જાણો ખાસિયતો

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી આજે ભારતમાં CNGથી ચાલતું દેશનું પહેલું ટ્રેક્ટર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેક્ટર રોમેટ ટેક્નો સોલ્યુશન…

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી આજે ભારતમાં CNGથી ચાલતું દેશનું પહેલું ટ્રેક્ટર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેક્ટર રોમેટ ટેક્નો સોલ્યુશન અને ટોમાસેટો એકાઇલ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે મળીને બનાવવામાં આવ્યું છે. આ ખેડૂતોને તેમનો ખર્ચ ઘટાડીને આવક વધારવામાં મદદ કરશે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ ટ્રેક્ટરની મદદથી ગ્રામીણ ભારતમાં રોજગારની તકો પેદા કરવામાં પણ મદદ મળશે. આ ટ્રેક્ટરની મદદથી ખેડૂતોને દર વર્ષે તેમના ફ્યુલ ખર્ચમાં 1 લાખ રૂપિયા સુધીની બચત થઈ શકશે, જેના કારણે તેમની લાઇફસ્ટાઇલ સુધારવામાં મદદ મળશે.

પ્રદૂષણ ઘટશેઃ
પ્રદૂષણ કન્ટ્રોલ કરવામાં CNG ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. CNG ટ્રેક્ટરથી કાર્બન ઉત્સર્જન ઓછું થશે. ડીઝલ એન્જિનની સરખામણીએ CNG એન્જિન 70% ઓછું ઉત્સર્જન કરે છે. ખેડૂતોની આવક વધશે: CNG અન્ય બળતણ કરતાં સસ્તું  છે. આવી સ્થિતિમાં CNG ટ્રેકટરોથી ખેડૂતોની આવક ઘણી હદે વધારવામાં મદદ કરશે.

સુરક્ષિત છે:
CNG ટેન્ક ટાઇટ સીલ્ડ હોય છે. તેથી, રિફ્યુલિંગ વખતે વિસ્ફોટ કે આગ લાગવાની શક્યતા બહુ ઓછી હોય છે.

વધુ એન્જિન લાઇફ મળશે:
તેને નવી ટેક્નોલોજીમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે. તેથી CNG એન્જિનનું જીવન ટ્રેડિશનલ ટ્રેકટર્સ કરતાં લાંબું રહેશે. CNG ફીટ થયેલાં ટ્રેક્ટર્સમાં લેડની માત્રા હોતી નથી. આને કારણે એન્જિન લાંબા સમય સુધી ટકી રહેશે.

વધુ એવરેજ મળશેઃ
CNG ટ્રેકટર્સમાં પણ ડીઝલ કરતા વધારે એવરેજ મળશે. તેથી આના ઉપયોગથી ઇંધણ પર થતા ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થશે. મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછો: મેન્ટેનન્સ ખર્ચ પણ પેટ્રોલ ટ્રેક્ટર કરતાં ઓછો રહેશે. આ ઉપરાંત તેનાથી પૈસાની બચત પણ થશે.

અત્યારે વિશ્વભરમાં 1.2 કરોડ CNG વાહનો છે
મંત્રાલયે કહ્યું કે, CNG જ ભવિષ્ય છે. અત્યારે વિશ્વભરમાં 1.2 કરોડ વાહનો કુદરતી ગેસ દ્વારા ચાલે છે અને ઘણી કંપનીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો દરરોજ તેમની ટીમમાં CNG વાહનો ઉમેરી રહ્યા છે. CNGથી સજ્જ ભારતનું આ પ્રથમ ટ્રેક્ટર છે. CNG ડીઝલ એન્જિન કરતાં ટ્રેક્ટરથી વધારે અથવા સમાન શક્તિ ઉત્પન્ન થાય છે. CNG એન્જિન દ્વારા ડીઝલ એન્જિન કરતા 70% ઉત્સર્જન થાય છે. ડીઝલની કરન્ટ કિંમત લિટર દીઠ 77.43 રૂપિયા ખેડૂતોને આ ટ્રેક્ટરની મદદથી 50% સુધી બચત કરશે. કારણ કે, CNGનો વર્તમાન ભાવ પ્રતિ કિલો 42 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *