આ હોસ્પિટલમાં કુંડળી જોઈ જાણવામાં આવે છે બીમારી, સારવારની રીતે પણ છે ખાસ

સામાન્ય રીતે હોસ્પિટલમાં જ્યારે આપણે જવાનું થાય ત્યારે ડોક્ટર દર્દીની તપાસ કરે છે, તેના રીપોર્ટ કરાવે છે અને ત્યારબાદ તેનું શું બીમારી છે તે જણાવી તેની સારવાર શરૂ કરે છે. પરંતુ શું તમે એવી હોસ્પિટલ વિશે જાણો છો કે જ્યાં બીમારી વિશે જાણવા માટે ડોક્ટર દર્દીની કુંડળી તપાસે છે? નવાઈ તો લાગશે પરંતુ આવી હોસ્પિટલ ખરેખર અસ્તિત્વ ધરાવે છે. આ હોસ્પિટલ છે યૂનિક સંગીતા મેમોરિયલ હોસ્પિટલ, અહીં બીમારી વિશે જાણવા માટે જ્યોતિષ શાસ્ત્રની મદદ લેવામાં આવે છે.

આ હોસ્પિટલમાં કેસ કઢાવતી વખતે દર્દીએ તેની કુંડળી આપવી પડે છે. જો કોઈ દર્દી પાસે કુંડળી ન હોય તો તેની જન્મ તિથિ અને સમયના આધારે અહીં પહેલા કુંડળી બનાવવામાં આવે છે. જ્યારે કુંડળી તૈયાર થઈ જાય છે અને ડોક્ટરને મળવાનો સમય આવે છે ત્યારે ડોક્ટર પાસે પહેલા દર્દીની કુંડળી આપવામાં આવે છે અને તેના આધારે ડોક્ટર દર્દીના રોગનું નિદાન કરે છે. કુંડળીના આધારે જ ડોક્ટર એમ પણ જણાવે છે કે દર્દીને બીમારીથી કેટલું જોખમ છે.

હોસ્પિટલમાં સામાન્ય સારવાર સાથે વૈદિક સારવારની સુવિધા પણ છે. એટલે કે દર્દીની ઈચ્છા હોય તો તેની સારવાર પણ વૈદિક મંત્રોચ્ચાર, વનસ્પતિઓની મદદથી કરવામાં આવે છે. હોસ્પિટલમાં એલોપેથી, યૂનાની અને આયુર્વેદિક રીતે સારવાર કરવામાં આવે છે.

હોસ્પિટલના ચિકિત્સક જણાવે છે કે તેમને હોસ્પિટલમાં આવતા દર્દીઓ તરફ સારો રિસ્પોન્સ મળે છે. અહીંના ડોક્ટર જણાવે છે કે તે રોજ 20,25 દર્દીની કુંડળી જોવે છે. બીમારી વિશે જાણવા તેઓ જ્યોતિષ શાસ્ત્રની મદદ લે છે અને જ્યારે બીમારી વિશે ખબર પડી જાય છે તો તેની સારવાર આધુનિક ચિકિત્સા પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *