આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. એવામાં યુપી (UP)ના બાંદા (Banda)માં એક યુવકે ગેરકાયદેસર હથિયાર વડે ગોળી મારીને આપઘાત કર્યો હોવાના સમાચાર મળી આવ્યા છે. આ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું કહેવાય છે. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. મરતા પહેલા યુવકે ફેસબુક પર ‘ગુડબાય’ લખીને એક પોસ્ટ પણ મૂકી છે.
મળતી માહિતી મુજબ કાનપુરનો યુવક હિમાલયન કંપનીમાં એમઆરની પોસ્ટ પર બાંદામાં તહેનાત હતો. આ મામલો કટરા વિસ્તારનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું અહીંની એક છોકરી સાથે અફેર હતું. સીઓ રાકેશ સિંહે જણાવ્યું કે, મૃતકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે હું મારી ગર્લફ્રેન્ડથી નારાજ થઈ ગયો છું. એટલા માટે હું આપઘાત કરી રહ્યો છું. મારા મૃત્યુ માટે મારી ગર્લફ્રેન્ડ જવાબદાર છે.
હાલ યુવકના મોબાઈલની કોલ ડિટેઈલની ચકાસણી કરવામાં આવી રહી છે. યુવકે એકતરફી પ્રેમમાં આત્મહત્યા કરી છે કે પછી તેને ખરેખર યુવતી સાથે અફેર હતું તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, યુવકો અહીં ભાડે રહીને કામ કરતો હતો. હાલ યુવકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.