નવસારી: નવસારી શહેરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં તરુણ દર્શન સાવલિયાએ પૂર્ણા નદીમાં ઝંપલાવીને મોતને ભેટ્યો હતો અને તે પહેલા પોતાના મિત્રને ફોન કરીને આ અંગેની જાણ પણ કરી હતી. તેમના મિત્રને જણાવતા એમ પણ કહ્યું હતું કે, સવારે પપ્પાને કઈ દેજે.
પરિવારનો એકનો એક દીકરો અચાનક જ કઈક ગુમ થઇ જતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. જોકે, ૧૦ કલાકથી વધુ સમય સુધી ફાયરબ્રિગેડની ટીમ નદીમાં શોધખોળ કરી રહી હતી અને તેમને કાઈ હાથમાં નહોતું આવ્યું હતું. હજુ સુધી આ યુવક અંગેની કોઈ જાણકારી મળી નથી.
મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં જલાલપુર વિસ્તારમાં નજીક આવેલા અમૃતનગર વિસ્તારમાં જીતેન્દ્રભાઇ સાવલિયા રહે છે અને તે હાલમાં સુરતમાં ધંધો કરે છે. તેમનો એકનો એક દીકરો દર્શન સાવલિયાએ ધોરણ ૧૨ ની પરીક્ષા આપી હતી. તેમના દીકરાએ શનિવારના રોજ રાત્રે મિત્રના ઘરે હનુમાન પાઠ કરવા જાવ છું તેવું કહીને ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ તે પોતાનું ટુ વ્હીલર લઈને પૂર્ણા નદી પાસે પહોચી ગયો હતો. ત્યાં જ તેમના મિત્રને ફોન કરીને પૂછ્યું હતું કે, ‘ હું આ નદીમાં કુદુ છું, તું સવારમાં પપ્પાને કહી દેજે.’ બસ એટલું જ કહીને તેમણે ફોન કાપી નાખ્યો હતો.
ફોન પર વાતચીત થયાના થોડાક કલાકો બાદ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવીને નદીમાં શોધખોળ શરુ કરી છે પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની જાણ થઇ નથી. જયારે બીજી બાજુ દર્શન બાઈક પર આવ્યો હતો તે નદીની પાસે જ પડ્યું છે.
નદી પાસે રહેતા એક વ્યક્તિએ કોઈ વ્યક્તિને નદીમાં કુદતા જોયું હતું. કોઈ વ્યક્તિ નદીમાં પડ્યા બાદ તે બચાવો બચાવો ની બુમો પાડતો હતો. તેવું નદીની બાજુમાં રહેતા વ્યક્તિએ જણાવ્યું હતું. જયારે બીજી બાજુ દીકરો ગુમ થઇ જવાને કારણે તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. શા માટે આવું પગલું દર્શને ભર્યું તે અંગેની કોઈ વિગતો સામે આવી નથી. પોલીસે પણ આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.