હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી સાથે જ મેઘરાજાની પણ મહામારી ચાલી રહી છે. સમગ્ર રાજ્યમાં તેમજ દક્ષીણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે જ આવાં સમયે હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી રહી છે.
હાલમાં રાજ્યમાં વરસાદનો માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં પણ આગામી કુલ 48 કલાક અતિભારે વરસાદ આવશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠાનાં જિલ્લામાં અતિભારે વરસાદ પડશે. આટલું જ નહીં, પરંતુ બંગાળની ખાડીમાં પણ 9 ઓગસ્ટનાં રોજ હજુ વધુ એક લો પ્રેશર સક્રિય થશે જેનાં કારણે સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદ પણ વરસશે.
હાલમાં રાજયમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારની સાંજે અમદાવાદમાં પણ અતિભારે વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ આગામી કુલ 2 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કુલ 2 દિવસ પછી અતિભારે વરસાદની આગાહી થતાં જ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. 1 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાયું છે. જેને લીધે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ-મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને કારણે NDRFની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, હજુ પણ આગામી કુલ 2 દિવસ સમગ્ર રાજયમાં અતિભારે વરસાદ પડે એવી સંભાવના રહેલી છે. દક્ષિણ-મધ્ય ગુજરાત તેમજ કચ્છ-સૌરાષ્ટ્રનાં ઘણાં જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
વરસાદની આગાહીને કારણે NDRFની પણ કુલ 9 ટીમોને ડિપ્લોય કરી દેવામાં આવી છે. NDRFની કુલ 3 ટીમોને દક્ષિણ ગુજરાત, કુલ 5 ટીમોને સૌરાષ્ટ્રમાં પણ ડિપ્લોઈડ કરવામાં આવી છે. જ્યારે એક ટીમને તકેદારીનાં ભાગરૂપે ગાંધીનગરમાં જ સ્ટેંડ બાય રાખવામાં આવી છે.
અહી ઉલ્લેખનીય છે, કે બંગાળની ખાડીમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર તથા સાયક્લોનીક સીસ્ટમને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યનાં માછીમારોને પણ હજુ આગામી કુલ 2 દિવસ માટે દરિયો ન ખેડવા અંગેની ચેતવણી પણ આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP