અંબાલાલ પટેલની મોટી આગાહી: ‘બિપોરજોય’ વાવાઝોડા બાદ હવે ગુજરાતભરમાં આટલા દિવસ મેઘરાજા મચાવશે તબાહી

Ambalal big forecast: બિપોરજોય વાવાઝોડું જેમ લેન્ડફોલ થયું તેમ પાણી, જમીન અને વાયુમાં તોફાન જ તોફાન જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનું નિવેદન(Ambalal big forecast) સામે આવ્યું છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવિટી રીતે ચોમાસું બેસી જશે. તેમને જણાવ્યું છે કે, આગામી જુલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પોટર્ન મુજબ જ થશે. તેમણે રાહતની આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે.

ચોમસાને લઈને દિલ્હીમાં આવેલી IIT સંસ્થાએ મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, દર વર્ષ કેરળથી ચોમાસુ બેસવાની શરૂઆત થાય છે. કેરળમાં દર વર્ષે 25 મેથી 1 જૂનની વચ્ચે ચોમાસાનું આગમન થાય છે, જેમાં ચારથી પાંચ દિવસનું અંતર રહે છે. આ વર્ષે કેરળમાં ચોથી જૂને ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે.IITના જણાવ્યા અનુસાર, 2023માં ચોમાસું સામાન્ય રહેવાની અપેક્ષા છે. આ વખતે ઉત્તર પશ્ચિમમાં ભારતમાં 92 ટકા વરસાદ થવાની અપેક્ષા છે.

તમને જણાવી દઈએ કે,વાવાઝોડાના કારણે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે પણ હવામાન  વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ટ્વિટ કરીને રાજ્યના 12 જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ IMD મુજબ, આજે એટલે કે તારીખ 16 જૂન કચ્છ, દેવભૂમિ દ્વારકા, પાટણ અને બનાસકાંઠામાં ભારે ત્યાંથી ભારે વરસાદની આગાહી કરે છે. આ સાથે સાબરકાંઠા,અરવલ્લી,સુરેન્દ્રનગર,મોરબી,જામનગર,પોરબંદર,જુનાગઢ અને રાજકોટના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *