ચંદ્રયાન-2ના લોન્ચિંગમાં સુરતનો છે સિંહફાળો. જાણો વિગતે

દેશ માટે એક ઐતિહાસિક પળ આજે વહેલી સવારે રચાવાની હતી. જેમાં ટેકનિકલ કારણોસર ભારતે અતિ અગત્યની કામગીરીમાં હાલમાં લોન્ચિંગની પ્રક્રિયા તો અટકાવી દીધી છે પણ આ પ્રોજેક્ટમાં સફળતા મળી તો ભારતનો વિશ્વમાં વટ પડશે એ નક્કી છે. દરેકના મનમાં હાલમાં એ સવાલ થઈ શકે છે કે ખતરો હોવા છતાં દક્ષિણ ધ્રુવ પાસે શા માટે ચંદ્રયાન-2નું લૅન્ડિંગ કરવામાં આવે છ તેનો જવાબ છે કે આ વિસ્તાર પર કોઈ દ્વારા સંશોધન કરવામાં આવ્યું નથી. ત્યારે આ મિશનની મદદથી કંઈક રસપ્રદ અને નવું સંશોધન થઈ શકે છે. આ વિસ્તારનો મોટો ભાગ સૂર્યના પડછાયા હેઠળ રહે છે અને ત્યાં સૂર્યનાં કિરણો પડતાં નથી તેના કારણે આ વિસ્તાર ખૂબ ઠંડો રહે છે.

ખામીને નિવારી ચંદ્રાયાન-2ને ચંદ્ર પર મોકલવામાં આવશે.

મિશન મૂન પર જનાર ચંદ્રયાન-2 આજે વહેલી સવારે લોન્ચ થવાનું હતું, પરંતુ તેમાં તકનિકી ખામી સર્જાતા તેનું લોન્ચિંગ હવે અટકાવી દેવામાં આવ્યું છે. જો કે, ઈસરો દ્રારા તારીખની જાહેરાત કરી ફરીથી આ ખામીને નિવારી ચંદ્રાયાન-2ને ચંદ્ર પર મોકલવામાં આવશે. આમ તો ઈસરોનું એક સ્ટેશન ગુજરાતના અમદાવાદ ખાતે આવેલું છે. તેનો તો આ મિશનમાં મહત્વનો ફાળો રહ્યો જ છે. એ સાથે ગુજરાતના સુરતે પણ આ મિશનમાં મહત્વપૂર્ણ ભાવ ભજવ્યો છે.

યાનમાં વપરાતા સ્કિવબ્સનું નિર્માણ સુરતની કંપનીએ કર્યું.

ચંદ્રયાન -2 માટે 2010માં રશિયન અંતરિક્ષ એજન્સી રોસકોસમોસની સાથે સમજુતી કરવામાં આવી હતી. રશિયન એજન્સીને લેન્ડર અને ઇસરોને ઓર્બિટર વિકસિત કરવું હતું. ત્યાર બાદ ઇસરોએ સ્વદેશી લેન્ડર વિકસીત કરવાની જાહેરાત કરી હતી. હકીકતમાં,સુરત ખાતે આવેલ એક કંપનીએ યાનમાં વપરાશમાં આવતા પાર્ટ્સનું નિર્માણ કર્યું છે. ભારતના અનેક વૈજ્ઞાનિકોનો ફાળો આ મિશનમાં રહ્યો જેમાંના એક સુરતના મિતુલ ત્રિવેદીએ જણાવ્યું કે છેલ્લા 25 વર્ષોથી યાનમાં વપરાતા સ્કિવબ્સનું નિર્માણ સુરતની કંપનીએ કર્યું.

પાંડેસરાની કંપનીએ બનાવેલા સ્કિવબ્સ ઈગ્નીશનનો ઉપયોગ ઈસરો દ્રારા ચંદ્રયાન માટે બનાવેલ GSLV-MK3 રોકેટમાં કરવામાં આવ્યો છે. જેનાથી રોકેટના નીચેના ભાગમાં પેદા થતી 3000 ડીગ્રીની અગન જ્વાળાઓની ગરમીને કારણે વાયરીંગને નુકશાન ન થાય તે માટે સ્કિલબ્સ ઈગ્નીશનનું આવરણ લગાવવામાં આવ્યું છે.

કામ યાન કે ઈસરો માટે થઈ રહ્યું હોવાની આજ સુધી કોઈ જાણ નહોતી

ચંદ્રયાન-2ને લઈ જવા માટે GSLV Mk-3 જેવા મહાકાય રોકેટનો ઉપયોગ એટલા માટે કરાય છે કે ચંદ્રયાન-2નું કુલ વજન 3,877 કિલો છે. આ યાનમાં ત્રણ અલગ અલગ વસ્તુઓ બેસાડવામાં આવી છે. પહેલી ઓર્બિટર, બીજી લેન્ડર અને ત્રીજી રોવર. ઓર્બિટર ચંદ્ર પર ઉતરશે નહીં, પરંતુ ચંદ્રની નજીકની 100 કિલોમીટર દૂરની ભ્રમણકક્ષામાં ફરતું રહેશે. કંપનીના ડિરેક્ટર નિમેષ બચકાનીવાલાનું કહેવું છે કે,તેમને આ કામ મળ્યું છે. જેની સપ્લાય 6 માસ અગાઉથી જ કરી દેવામાં આવી છે. તેઓ 1996થી એટલે કે છેલ્લા 25 વર્ષોથી સ્પેસ યાન અને સેટેલાઈટના જરૂરી પાર્ટ્સ બનાવવાનો ઓર્ડર મેળવે છે. જો કે,આ માહિતીની ગુપ્તતા જળવાઈ રહે તે માટે બચકાનીવાલા આ કામને અત્યંત ગુપ્તતાથી પૂરૂ પાડે છે જેથી લોકોને આ કામ યાન કે ઈસરો માટે થઈ રહ્યું હોવાની આજ સુધી કોઈ જાણ નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *