આપણે જોઈએ છોએ અને અનુભવીએ પણ છીએ કે લગ્ન પહેલા નો પ્રેમ કેવો હોય ? અને લગ્ન પછીનો પ્રેમ કેવો હોય ? આપણે માનીએ છીએ કે લગ્ન થયા બાદ થોડા સમય પછી બંને વચ્ચે નો પ્રેમ ઘટી જાય છે. પણ આપણે જોઈએ તો આપણે ઘણી ભૂલ કરતા હોઈએ છીએ, પરંતુ હવે એવું શું કરીએ કે જેથી લગ્ન પછી પણ સબંધ સારો રહે ?
ખુશ અને આનંદથી રહેવા માટે સાથે રહેવાની વાતો હવે ખુબ જૂની થઈ ગઈ. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, જે કપલ્સ કામના કારણે એકબીજાથી દૂર રહે છે, તેઓ એકબીજાને વધારે પ્રેમ કરે છે. અને તેમના સંબંધોમાં હૂંફ વધારે રહે છે, એ વાતનો અહેસાસ તેમને ત્યારે થાય છે, જ્યારે તેઓ થોડા દિવસો બાદ એકબીજાને મળે છે.
તમને જણાવી દઈએ કે આ અંતર પાંચ દિવસથી વધારે ન હોવું જોઇએ. યૂકેની ટ્રેવેલૉજ હોટેલ દ્વારા કરાવવામાં આવેલ આ સર્વેમાં 2000 લોકોએ ભાગ લીધો. સર્વે અનુસાર, દસ માંથી ચાર લોકો તેમના સબંધમાં ખુશ હતા જેઓ કામના કારણે પાર્ટરનથી દૂર રહે છે.
વેલૉજમાં એકાઉન્ટનું કામ કરતા 35 વર્ષના રિચર્ડ સ્કૉટ ઘણીવાર કામના કારણે પત્નીથી દૂર જાય છે. તેમણે જણાવતા કહ્યું કે, સમયની સાથે-સાથે થોડા દિવસો માટે એકબીજાથી અલગ રહેવું જરૂરી બની જાય છે. તેનાથી એકબીજાનું મહત્વ સમજાઇ જાય છે.
સર્વેમાં કેટલાક લોકો આ વાતથી ખુશ દેખાયા કે, કામના કારણે બહાર જવું અને હોટેલના મોટા રૂમમાં એકલા રહેવામાં શાંતિનો અનુભવ થાય છે. થોડા દિવસો સુધી ઘરની બાબતોથી દૂર રહેવાથી મગજ ફ્રેશ રહે છે. તો દસમાંથી ચાર લોકોનું એવું કહેવું છે કે, તેઓ દૂર રહ્યા બાદ ઘરે પાછા આવે છે ત્યારે તેમનું સ્વાગત બહુ ખાસ રીતે થાય છે, જે તેમને બહુ ગમે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.